વડોદરામાં PM મોદીનો ભવ્ય ‘સિંદૂર સન્માન યાત્રા’ રોડ શો, 25000 મહિલાઓએ સ્વાગત કર્યું, જુઓ તસવીરો

  • May 26, 2025 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓપરેશન સિંદૂરની સફળતા પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ થી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. વડોદરા ખાતે આવી પહોંચેલા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત એક કિલોમીટરના રોડ શો દ્વારા કરવામાં આવ્યું હતું. 


25000 મહિલાઓ દ્વારા વડાપ્રધાનને અભિવાદન
પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂર થકી બદલો લીધા બાદ પીએમ મોદી માદરે વતન પધારતા તેમનું શાહી સન્માન કરવામાં આવ્યું છે વડોદરામાં પણ વડા પ્રધાનનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું છે. જૂના એરપોર્ટથી એરફોર્સ સુધી સિંદૂર સન્માન યાત્રાના આયોજનમાં સિંધુરી રંગ છવાઈ ગયો હતો. 25000 મહિલાઓ વડાપ્રધાનનું અભિવાદન કરવામા‌આવ્યું હતું. ગઈકાલે રાતે યાત્રાના રૂટ પર પૂરજોશથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. રૂટ પર ઓપરેશન સિંદૂરની થીમ પર વિવિધ બેનરો લગાવવામાં આવ્યા છે. રૂટ પર સાંસ્કૃત્તિક ઝાંખી માટે સ્ટેજ બનાવવામાં આવ્યા છે. મહિલાઓ અભિવાદન કરી શકે તે માટે બેરિકેડ લગાવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી આ ઉપરાંત મોદીના રોડ શોમાં પ્રવેશ માટે ક્યુ આર કોડ ફરજિયાત કરવામાં આવ્યો તો સિટી માટે કાળા વસ્ત્રો પરિધાન ન કરવા સૂચના આપવામાં આવી હતી.


સાંજે અમદાવાદમાં રોડ શો

આજે સાંજે અમદાવાદના એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે સાંજે પડેલા ભારે વરસાદ અને ભારે પવનના કારણે બેનરો તૂટી જવા ના બનાવો નોંધાયા હતા જેને લઈને ગઈકાલે આખી રાત વહીવટી તંત્ર ફરી આ બેનરો લગાવવા કામે લાગી ગયું હતું. અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ લોકોને અડચણ ના પડે તે માટે અગાઉથી જ માર્ગદર્શિકા જાહેર કરી લોકોને અવગત કર્યા છે.ડફનાળા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો સાંજે 4 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.


અમદાવાદ અને ગાંધીનગરમાં વાવાઝોડુ આવતા વહીવટીતંત્ર ધંધે લાગ્યું.

ગઈકાલે મોડી સાંજે અમદાવાદ અને ગાંધીનગરમાં ધુળની ડમરી સાથે ગાજવીજ અને વરસાદના ઝાપટા પડવાના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં બંને જગ્યાએ શણગારેલા ગેટ તૂટવા ના બનાવો નોંધાયા હતા પરિણામે આયોજકો ચિંતાતુર બન્યા હતા. અને વહીવટી તંત્ર આખી રાત કામે લાગ્યું હતું.


અમદાવાદ અને ગાંધીનગરમાં ગઈકાલે ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો દિવસ દરમિયાન આકરો તાપ રહ્યા બાદ પવનને લીધે થોડો સમય સુધી વિઝિબિલિટી પણ ઘટી મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધૂળની ડમરી સાથે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.એરપોર્ટ પર રોડ શૉ માટે શણગારેલા ગેટ તૂટતા ટ્રાફિક અટવાયો હતો ગાંધીનગર અમદાવાદ હાઈવે પર મુકાયેલા હોડીગ્ઝ તૂટી પડતા આયોજકો ને રાત થોડી ને વેશ જાજા ની સ્થિતિ સર્જાઈ હતી આખી રાત વહીવટી તંત્ર દોડતું રહ્યું હતું.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પરથી ઇન્દિરા બ્રિજ સુધી સ્વાગત માટેના લગાડેલા હોડિંગ મંડપ અને સ્ટેજ ઉડી ગયા હતા તિરંગા સાથે સજાવાયેલા ગેટ પણ પડી જતા એક તબક્કે ટ્રાફિકજામ થયા હતા ઓપરેશન સિંદુર ના સૂત્રો સાથે ઠેર ઠેર લગાવેલા બેનરો પવન સાથે ફાટી ગયા હતા રંગબેરંગી લાઈટોને પણ મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે વડાપ્રધાનના આગમનને પગલે રોડ શોને જોરશોરથી તૈયારી થઈ રહી છે માર્ગોને આસપાસ તિરંગા સ્ટાઇલથી સજાવટ કરવામાં આવી હતી પરંતુ વાવાઝોડાએ તમામ વસ્તુ વેરણ છેરણ કરતા વહીવટી તંત્ર કામે લાગી ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application