પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી. સમિટમાં ભાગ લેતી વખતે, નરેન્દ્ર મોદીએ કહ્યું કે, AI અન્ય ટેકનોલોજીઓથી ખૂબ જ અલગ છે અને તેના વિશે સાવધ રહેવાની જરૂર છે.
તેમણે કહ્યું, AI ખૂબ જ ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે. તેને ખૂબ જ ઝડપી ગતિએ તૈનાત કરવામાં આવી રહ્યું છે. ભારત એઆઈનું ભવિષ્ય બધા માટે સારું રહે તે સુનિશ્ચિત કરવા માટે પોતાનો અનુભવ અને કુશળતા શેર કરવા તૈયાર છે. ભારત AI અપનાવવામાં અને ડેટા ગોપનીયતા માટે તકનીકી-કાનૂની પાયો બનાવવામાં પણ અગ્રેસર છે. અમે જાહેર હિત માટે AI એપ્લિકેશનો વિકસાવી રહ્યા છીએ. ભારતે ખૂબ જ ઓછા ખર્ચે તેના ૧.૪ અબજથી વધુ લોકો માટે સફળતાપૂર્વક ડિજિટલ જાહેર માળખાગત સુવિધા ઉભી કરી છે. AI સંબંધિત મુદ્દાઓનો સામનો કરવા માટે આપણને વૈશ્વિક ધોરણોની જરૂર છે.
પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો
પ્રધાનમંત્રીએ કહ્યું, 'આ સમિટનું આયોજન કરવા અને તેના સહ-અધ્યક્ષતાપદ માટે મને આમંત્રણ આપવા બદલ હું મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનનો આભારી છું. AI પહેલાથી જ આપણા અર્થતંત્ર, સુરક્ષા અને આપણા સમાજને ફરીથી આકાર આપી રહ્યું છે. આ સદીમાં AI માનવતા માટે કોડ લખી રહ્યું છે.
મોદી મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે
આ સમિટ પછી પીએમ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે, જેમાં 2047 માટે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી માટેના રોડમેપ પર ચર્ચા કરવામાં આવશે. આ વાતચીતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ભારતની મલ્ટી-બેરલ રોકેટ સિસ્ટમ અંગે પણ પીએમ મોદી સાથે ચર્ચા કરી શકે છે. આ પહેલીવાર બનશે જ્યારે ભારતનો બીજો સૌથી મોટો શસ્ત્ર સપ્લાયર દેશ તેની પાસેથી શસ્ત્રો ખરીદશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech