બટુકો પણ સમુહ મહાપ્રસાદનો લાભ લેશે: સૌરાષ્ટ્ર, ગુજરાતના સુપ્રસિઘ્ધ યાત્રાધામોના સંતો-મહંતો હાજરી આપશે: સામૈયાની ચાલતી તડામાર તૈયારી: 49માં વર્ષમાં મંગલ પ્રવેશ
જામનગરમાં રવિવારે તા. ર૦ની બપોરે શહેરની તમામ ગરબી મંડળોની હજારો બાળાઓ તથા મદ્રેસામાં ભણતી બાળાઓ મળીને કુલ ૩૦ હજાર બાળાઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. હર્ષિદા માતાજી ચે. ટ્રસ્ટ અને હર્ષિદા ગરબા મંડળ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છના પધારેલા સંતો-મહંતોના હસ્તે માતાજી સ્વરૂપ બાળાઓને ભોજન પીરસાશે.
ખંભાળીયાના નાકા બહાર આવેલી વીશા રીમાળી સોની સમાજની વાડી ખાતે સવારે છ વાગ્યે કટારીયાવાળા વાછરાદાદાની બાવન ગજની ધજા મહાપ્રસાદના સ્થળે ફરકાવીને આયોજનની શરુઆત થશે. ૯ વાગ્યે મંડળ દ્વારા મંગલાચરણ, ૧૦:૩૦ વાગ્યે સંતો-મહંતોની પધરામણી નિમિત્તે સામૈયું થશે. સવારે ૧૧ વાગ્યે દેશદેવી આશાપુરા માતાજી મંદિર માતાના મઢ- કચ્છની જાગીરથી ગાદીપતિ મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે માતાજીના મંગલદીપનું પ્રાગટ્ય થશે. ૧૧:૩૦ વાગ્યે માતાજીની આરતી બાદ ૧૨ વાગ્યે પંચદશનામ જુના અખાડા (ભવનાથ)થી પધારેલા થાનાપતિ મહંત ધુધ્ધગીરી બાપુના હસ્તે બાળાઓને પ્રસાદ પીરસીને મહાપ્રસાદનો આરંભ કરવામાં આવશે.
આ પાવન અવસરે પટણથી બહ્મલીન ગુરુદેવ ઈશ્વરલાલજી બાપુનો પરિવાર રાજુભાઈ પ્રજાપતિ,ભવાની મંડળ ખાસ ઉપસ્થિત રહીને બાળાઓ-બટુકો તેમજ કાર્યકરોને આશિર્વચન પાઠવશે. બાદમાં આમંત્રિત મહેમાનો અને સેવાભાવીઓનું સન્માન કરી કાર્યક્રમ પુરો થશે. આ યજ્ઞકાર્યને સફળ બનાવવા આયજક સંસ્થાના સંચાલક પ્રમુખ રાજુભાઈ જોષી, પુર્વ સ્ટે. કમિટીના ચેરમેન શશીકાંતભાઈ પુંજાણી સહિત મંડળના ૫૦થી વધુ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, તા. ૧૫/૧૦/૧૯૭૫ના રવિવારે ૪૮ વર્ષ પહેલા પ્રથમ વખત માત્ર ૧૧ કુમારિકાઓના મહાપ્રસાદ સાથે આ મહાપ્રસાદ યજ્ઞનો આરંભ થયો હતો. જે હવે વટવૃક્ષ બનીને ૩૦ હજાર બાળાઓના મહાપ્રસાદમાં પરિણામ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઇ
May 19, 2025 11:57 AMશહેરમાં ઉનાળાની સીઝનને અનુલક્ષીને ફૂડ શાખા સક્રિય: વ્યાપક સ્થળે ચેકિંગ
May 19, 2025 11:52 AMબરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર ભાણવડ પોલીસનો દરોડો
May 19, 2025 11:47 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech