મોરબીના નાયબ મામલતદારને હાડકાની ગંભીર બીમારીની સારવાર ખર્ચનો મેડી ક્લેઇમ રૂ. ૨.૬૩ લાખ ૬ % વ્યાજ તથા ખર્ચ સહિત ચુકવવા કન્ઝ્યુમર કોર્ટ દ્વારા સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કું. લી.ને હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, મોરબી શહેરમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જયદિપસિંહ સવુભા ઝાલાએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કાં. લી. પાસેથી વર્ષ-૨૦૨૨ થી ૨૫ના સમયગાળા દરમ્યાન રૂા.૧૦ લાખનો મેડીકલેઈમ લીધો હતો. આ દરમ્યાન તેને હાડકાને લગતી ગંભીર એવીએનની તકલીફ થતા તેણે આલોક હોસ્પિટલ ખાતે જમણા પગમાં હિપ રિપ્લેસમેન્ટ સારવાર મેળવેલ. જેનો સારવાર ખર્ચ રૂ. ૨,૬૩,૬૨૭ થયેલ. જેથી તેઓએ વીમા કંપની પાસે આ રકમ મેળવવા કલેઈમ કરેલ. જે અનુસંધાને વીમા કંપની દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ પુરા પાડવામાં આવ્યા પછી વીમા કંપનીએ કોઈ જવાબ આપ્યો ન હતો તેમ જ આ મેડીકલેઈમની રકમ પણ ચુકવી ન હતી.
આથી જયદિપસિંહ સવુભા ઝાલાએ રાજકોટના એડવોકેટ રેખાબેન ડી. ઓડેદરા મારફત મોરબી જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી. તેમાં ફરિયાદીના વકીલે એવી દલીલો રજુ કરેલ કે હેલ્થ પોલિસીના નિયમો મુજબ બીમારી સબબ કરવામાં આવેલા ક્લેઇમમાં વીમા કંપની ખોટી રીતે વીમાની રકમ આપવાનો ઈનકાર કરી શકે નહિં અને ફરીયાદીને વીમાની રકમ મળવી જોઈએ. ફરીયાદી તરફથી કરવામાં આવેલ રજુઆતો તથા દલીલો ધ્યાને લઈ મોરબી જીલ્લાના ગ્રાહક તકરાર નિવારણ કમીશને વીમા કંપનીએ જયદિપસિંહ સવુભા ઝાલાને રૂ. ૨,૬૩,૬૨૭ તથા ૬ % વ્યાજ સહિતની રકમ તેમજ ફરીયાદ ખર્ચના રૂા.૭ હજાર ચુકવવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં નાયબ મામલતદાર તરફથી તરફથી રાજકોટના એડવોકેટ રેખાબેન ડી. ઓડેદરા તથા સહાયક તરીકે રાજનભાઈ ટીંબા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકાર સાથે નયારા એનર્જીના બે MOU થયા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળશે વિશેષ લાભ
March 18, 2025 05:35 PMઉનાળામાં કૂલ અને ક્લાસી લુક માટે ટ્રાય કરો આ 5 પ્રકારના ડ્રેસ, જે છે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ
March 18, 2025 04:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech