ગુજરાત રાજસ્થાન સહિત દેશના અમુક રાજ્યોમાં હજુ ગરમીનુ જોર વધારે છે પરંતુ આવતીકાલથી ગુજરાત સહિત અનેક રાજ્યોને હીટ વેવના એલર્ટમાંથી મુક્તિ મળશે. હિમાલયન રીજીયન કેરલ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ ખેચી લાવે તેવી સિસ્ટમ ઊભી થઈ હોવાથી અને બંગાળની ખાડીમાં ઊભું થયેલું લો પ્રેશર આગળ વધવાનું શરૂ થયું હોવાથી વરસાદ માટે ઉજળા સંજોગો ઊભા થયા છે.
વેલમાર્ક લો પ્રેસરમાં તબદીલ થયું
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના બુલેટિનમાં જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ અને તેને સંલગ્ન વેસ્ટ સેન્ટ્રલ દિશામાં ઊભું થયેલું લો પ્રેસર આજે સવારે 5:30 વાગ્યાથી વેલમાર્ક લો પ્રેસરમાં તબદીલ થયું છે અને તે બંગાળની ખાડીમાં નોર્થ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ દરિયાના મધ્ય ભાગમાં પહોંચ્યા પછી નબળી પડશે અને દરિયામાં જ સમાઈ જશે તેવી શક્યતા અત્યારે નિહાળવામાં આવે છે. જોકે આ સિસ્ટમના કારણે તમિલનાડુ પોંડીચેરી કેરલા આંધ્રપ્રદેશ તેલંગાણા આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે.
રાજસ્થાનથી વિદર્ભ વચ્ચે એક ટ્રફ પણ પસાર થઈ રહ્યું છે
હિમાલયન રિજીયનમાં આવતીકાલે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થઈ રહ્યું છે અને તેમાંથી રાજસ્થાનથી વિદર્ભ વચ્ચે એક ટ્રફ પણ પસાર થઈ રહ્યું છે. આ સિસ્ટમના કારણે બિહારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમના કારણે જમ્મુ કશ્મીર લદાખ અને હિમાલયન રિજીયનમાં પણ વરસાદ માટે આગાહી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર અને ગાંધીનગર માટે યલો એલર્ટ
ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં વધારાને ગઈકાલથી જ બ્રેક લાગી ગઈ છે અને આજે પણ મહત્તમ તાપમાનમાં વધારાની સંભાવના નથી. આવતી કાલથી ચાર દિવસ દરમિયાન સરેરાશ બેથી ચાર ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઘટશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે રાજકોટ મોરબી કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ગરમી માટેનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર અને ગાંધીનગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે માત્ર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા માટે ગરમીનું યલ્લો જાહેર કરાયું છે.
રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન 44 ડિગ્રી રાજકોટમાં નોંધાયું
મંગળવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન 44 ડિગ્રી રાજકોટમાં નોંધાયું હતું. જે આ સિઝનમાં અત્યારે હોવું જોઈએ તેના કરતાં પાંચ ડિગ્રી વધુ હતું. આવી જ રીતે પોરબંદરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નીચે હોવા છતાં તે રૂટીન કરતાં પાંચ ડિગ્રી વધુ હતું. ગઈકાલે અમરેલીમાં 43.8 ભુજમાં 43 પોરબંદરમાં 39.4 અમદાવાદમાં 43 વડોદરામાં 42.2 ડાંગમાં 40.9 દાહોદમાં 40.6 ગાંધીનગરમાં 42 સુરતમાં 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુદામાનગરી પોરબંદરથી કૃષ્ણનગરી દ્વારિકા સુધીની યોજાશે પદયાત્રા
April 16, 2025 02:20 PMજામનગર શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક ધરાનગર વિસ્તાર પાસે ટ્રેનની અડફેટે એક યુવાનનું મોત
April 16, 2025 02:08 PMજામનગર: નવાગામ ઘેડ વિસ્તારમાં તાલુકા હેલ્થ ઓફિસમાં આગ લાગી
April 16, 2025 01:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech