રાજકોટ મહાનગરપાલિકાના તમામ સ્વિમિંગ પૂલમાં ઉનાળુ સત્રની મેમ્બરશીપ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. ગત ઉનાળે ૧૬૫૫ લેડીઝ સહિત કુલ ૧૫,૮૯૮ મેમ્બરનું રજીસ્ટ્રેશન થયું હતું. જ્યારે આ વર્ષે ગત વર્ષ કરતાં બમણો ઘસારો છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, વોલીબોલ, બાસ્કેટબોલ કોર્ટ, રેસકોર્ષ જીમ, નાના મવા મલ્ટિ એક્ટીવિટી સેન્ટર લેડિઝ જીમ, શેઠ હાઇસ્કુલ જીમ, હૈદરી ચોક જીમ તથા વિવિધ સ્નાનાગારો ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રવેશ પ્રક્રિયા તા.૨૭-૦૩-૨૦૨૫થી શરૂ કરવામાં આવેલ છે. મેમ્બરશિપ રજિસ્ટ્રેશન રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.inના માધ્યમથી મહાપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે.
વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન શહેરીજનો દ્વારા પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ બનીને વિવિધ રમત ગમતની સુવિધાઓનો બહોળા પ્રમાણમાં લાભ લીધેલ છે.
વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન રમતગમતની સુવિધાઓમાં
સિન્થેટીક એથ્લેટીક ટ્રેક રેસકોર્ષમાં ૧૦૨૨૩, સિન્થેટીક ટેનીસ કોર્ટૅ રેસકોર્સમાં ૧૪૯,સિન્થેટીક બાસ્કેટબોલ કોર્ટ રેસકોર્ષમાં ૨૪૬, વિવિધ જીમમાં ૩૩૭૬, સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર, કોઠારીયા રોડમાં ૩૬૯૮,મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર, કાલાવડ રોડમાં ૫૬૯૯, લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષમાં ૧૫૬૬, સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર, પેડક રોડમાં ૩૨૮૦, જીજાબાઇ સ્નાનાગાર, સાધુ વાસવાણી રોડમાં ૧૬૫૫,વોલીબોલ કોર્ટમાં ૧૨૩ સહિત વિવિધ રમત ગમત સંકુલોમાં કુલ ૩૦,૦૨૫ સભ્યો નોંધાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech