રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડી પાસે શુક્રવારના રાત્રીના ધ રોયલ કાસ્ટલ પ્લાઝા હોટલના બે મેનેજરને રિક્ષા ચાલક સહીત ચાર શખસોએ પર્સ ચોરી બાબતે ડખો કરી રીક્ષા માથે ચડાવી દેવાનો પ્રયાસ કરી ને ચાલક સહીત ચાર શખસોએ પાઇપ વડે બંને મારમારતા મનોજ ચંદ્રપાલસિહ જાટ નામના યુવકને ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવમાં સંડોવાયેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રામ ટાઉનશીપના ભાવેશ ઉર્ફે ડાન્સર દિપકભાઇ મકવાણા (ઉ.વ.ર૭) અકતા સોસાયટીના જીજ્ઞેશ મૈયાભાઇ સિંધવ સાગર દિનેશભાઇ વાઘેલા (ઉ.વ.ર૧) અને ભગવતીપરાના ઇરફાન મહેબુબભાઇ બેલીમ (ઉ.વ.ર૧) ને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત જોઈએ તો શહેરના મોરબી રોડ બેડી ચોકડી પાસે આવેલી ધ રોયલ કાસ્ટલ પ્લાઝા હોટેલમા દોઢેક મહિનાથી હોટેલ મેનેજર તરીકે નોકરી કરતો અને મૂળ યુપીના વતની જયપાલસિંહ વિરેન્દ્રસિંહ જાટ (ઉ.વ.૨૨) અને મેનેજર તરીકે કામ કરતો મનોજ ચંદ્રપાલસિંહ જાટ (ઉ.વ.૩૨) બંને શુક્રવારના રાત્રે નવેક વાગ્યે કુવાડવા રોડ પરની મોબાઈલની દુકાને ફોન લેવા માટે ગયા હતા. ત્યાંથી મનોજે મોબાઈલ લીધા બાદ ગ્રીનલેન્ડ ચોકડીએ થી હોટેલમા જવા માટે ઓટો રિક્ષામાં ઉભી રાખતા તેમાં અગાઉથી જ પાછળની સીટમાં ત્રણ અજાણ્યા શખ્સો બેઠા હતા. બંને રિક્ષામાં બેઠા બાદ ચાલકે રિક્ષા થોડે સુધી ચલાવી ઉભી રાખી દીધી હતી રિક્ષાની સીટ તૂટેલી હોવાનું કહી બંનેને ઉતારી દીધા હતા. રિક્ષા ત્યાંથી નીકળી જતા મનોજ જાટએ ખીસામાં હાથ નાખતા પાકીટ ન હોવાથી પાકીટ રિક્ષામાં પડી ગયું હોવાનું લાગતા બંને યુવકોએ બીજી રીક્ષા કરી આગળ જતી રિક્ષાને રોકી ઉભી રખાવી ચાલકને પર્સ પડી ગયાનું કહેતા તેમાં પાછળ બેઠેલા એક જેકેટ પહેરેલા વ્યકિતએ મનોજનું પર્સ પરત આપી દીધું હતું. રિક્ષા ચાલક અને અન્ય ત્રણ શખસો નીચે ઉતરી અમે તમાં પર્સ ચોયુ નથી. રિક્ષામાં પડી ગયું હતું, અમે ચોર નથી કહી બોલાચાલી કરી ઝગડો કરવા લાગ્યા હતા અને ગાળો આપતા બને યુવકે ગાળો આપવાની ના પાડતા ચારેય શખ્સોએ ઉશ્કેરાઈ ઢીકાપાટુનો માર મારવા લાગતા બને યુવકો છોડાવી ભાગ્યા હતા. રીક્ષા ચાલક સહીત ચારેય શખસોએ રિક્ષામાં બેસી પીછો કરી બને ઉપર રીક્ષા ચડાવી દેવાનો પ્રયાસ કરી બંનેને નીચે પાડી દેતા ઇજા થઇ હતી. રિક્ષામાંથી ઉતરેલા શખ્સે પાઇપ વડે મારમારવાનું શ કરતા તેમાં મનોજને માથાના ભાગે વધુ ઇજા થવાથી લોહી લુહાણ થઇ જતા તાકીદે ૧૦૮ મારફતે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડો હતો. યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપયું છે. બનાવ અંગે શનિવારે બી– ડિવિઝન પોલીસે જયપાલસિંહ વિરેન્દ્રસિંહ જાટની ફરિયાદ પરથી અજાણ્યા રીક્ષા ચાલક સહીત ચાર સામે આઇપીસી ૩૦૭ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. હત્પમલામાં સંડોવાયેલા શખ્સોને પકડી પાડવા એલસીબી ઝોન–૧ના એસીપી સનસિંહની સૂચનાથી પીએસઆઇ બી.વી. બોરીસાગરની રાહબરીમાં પો.હેડ. કોન્સ વિરેન્દ્રસિંહ ઝાલા અને પો.કોન્સ. હિતેશભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજાની બાતમીના આધારે ગુનામાં સંડોવાયેલા ચારયને ઝડપી લઇ આઇપીસી કલમ ૩૦૨નો ઉમેરો કરી આગળની તપાસ હાથ ધરી છે.
ભાવેશ અને સાગર પાસાની હવા પણ ખાઈ ચૂકયા છે
પોલીસની તપાસમાં ઝડપાયેલા શખ્સોમાં ભાવેશ ઉર્ફે ડાન્સર સામે અમદાવાદના સરખેજ અને કુવાડવા પોલીસ મથકમાં જાહેરનામા ભંગ,ભકિતનગર, કુવાડવા અને બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરી અને પ્રયાસ હેઠળ ગુણ નોંધાયેલા છે અને વર્ષ ૨૦૨૩માં પ્ર.નગર પોલીસે તેને પાસામાં ધકેલ્યો હતો. એમ છતાં સુધરવાનું નામ ન લેતા ભાવેશ સામે વધુ એક ગુનો નોંધાયો છે. જીેશ સિંધવ સામે જાહેરનામા ભગં બદલ ગંદીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાયેલી છે. જયારે સાગર વાઘેલા સામે ગાંધીગ્રામ પોલીસમાં દા , જુગારછ ગુણ નોંધાયેલા છે અને ૨૦૨૩માં તેને પાસા કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech