જામનગરમાં વિદેશી દારુના જંગી જથ્થા સાથે એક પકડાયો: ચારની સંડોવણી

  • April 15, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાદેવનગરમાં એલસીબી ત્રાટકી : ૪૯૨ બોટલ સહિત ૩.૪૬ લાખનો મુદામાલ જપ્ત


જામનગર શહેરના મહાદેવનગરમાં એક શખ્સે પોતાના મકાને દારુનો જથ્થો રાખ્યો છે એવી બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી શખ્સને ઇંગ્લીશ દારુની ૪૯૨ બોટલ, મોબાઇલ સહિત ૩.૪૬ લાખના મુદામાલ સાથે દબોચી લીધો હતો, દારુનો જથ્થો દિલ્હીથી લઇ આવ્યાનું જણાવ્યુ હતું, દરમ્યાન તપાસમાં ચાર શખ્સના નામ ખુલતા કાર્યવાહી આ દીશામાં લંબાવવમાં આવી છે.


જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા દારુ-જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી એલીસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ એલસીબી પીએસઆઇ પી.એન. મોરી તથા પીએસઆઇ સી.એમ. કાંટલીયા અને સ્ટાફ પ્રોહીબીશનના કેશો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન સ્ટાફના અરજણ કોડીયાતર, મયુદીન સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સુમિત શિયારને મળેલ હકીકત આધારે શહેરના મહાદેવનગર સાતનાલા પાસે પિયુષ ડેર પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં વિદેશી દારુનો જથ્થો રાખ્યો છે એવી હકીકતના આધારે પોલીસે દરોડો પાડયો હતો.


જ્યારે યાદવનગર ભકિતનગરમાં રહેતા પિયુષ ગોવિંદ ડેર (ઉ.વ.૨૬) નામના આહિર શખ્સના કબ્જાના મકાનમાં એલસીબીએ ત્રાટકીને વિદેશી દારુની ૪૯૨ બોટલ અને એક મોબાઇલ મળી કુલ ૩,૪૬,૦૬૪ ના મુદામાલ સાથે પકડી લીધો હતો. આ દારુનો જથ્થો પોતે દિલ્હીથી લઇ આવ્યાનું જણાવ્યુ હતું.


વધુ પુછપરછ કરતા પિયુષ સાથે દારુનુ વેચાણ કરનાર જામનગરના મયુર કરશન ભાટીયા, દારુનો જથ્થો રાખવા માટે મકાન આપનાર મહાદેવનગરના જીવા ગઢવી અને રણજીતસિંહ પ્રભાતસિંહ સોઢા તેમજ દારુનુ વેચાણ કરાવનાર મહાદેવનગરના લાખા દલુ ગઢવી નામના ચાર શખ્સોના નામ ખુલ્યા હતા, જેને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આ પાંચેય સામે પ્રોહી મુજબ સીટી-સી ડીવીઝનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application