મહાપાલિકાની જાદુગરી ! સતત ત્રીજા વીકમાં ઓન રેકર્ડ રોગચાળો ઘટાડ્યો

  • April 15, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાએ સતત ત્રીજા સપ્તાહમાં જાતે જ રોગચાળાના આંકડા ઘટાડવાની જાદુગરી કરી છે, શહેરમાં હાલ પાણીજન્ય રોગચાળાના અનેક કેસ હોવા છતાં મિનરલ વોટર પ્લાન્ટ, આઇસ ફેકટરીઓ, આઇસ્ક્રીમ પાર્લર્સ, ગોલા તેમજ ઠંડાપીણાની દુકાનો, બોટલિંગ પ્લાન્ટ્સ વિગેરે સ્થળોએ ફૂડ શાખા ચેકીંગ અને સેમ્પલિંગની કડક કાર્યવાહી કરાવવાને બદલે રોગચાળાના આંક ઘટાડીને જાતે જ પોતાની પીઠ થાબડવાની હીન હરક્ત કરી છે.

આરોગ્ય અધિકારીએ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટ અનુસાર શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં શરદી ઉધરસના ૫૩૦ કેસ, તાવના ૬૨૮ કેસ, ઝાડા ઉલ્ટીના ૧૯૬ કેસ, ટાઈફોઈડના ચાર કેસ અને કમળાના ચાર કેસ નોંધાયા છે. આ મુજબ કુલ ૧૩૬૨ કેસ નોંધાયા છે. ઉત્તરોતર છેલ્લા ત્રણ સપ્તાહથી તમામ રોગચાળાના કેસ સતત ઘટી રહ્યા છે તેવું કાગળ ઉપરનું ચિત્ર છે.

બીજી બાજુ રાજકોટ શહેરના ખાનગી તબીબી વર્તુળોના જણાવ્યા મુજબ આરોગ્ય શાખા દ્વારા વિકલી એકેડેમિક રિપોર્ટમાં જાહેર કરવામાં આવેલા રોગચાળાના આંકની તુલનાએ શહેરમાં દસ ગણો વધુ રોગચાળો છે ખાસ કરીને પાણીજન્ય રોગના કેસોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઝાડા ઉલટી કમળો અને ટાઈફોઈડના દર્દીઓની સંખ્યા છેલ્લા એક મહિનાથી સતત વધી રહી છે.

શહેરમાં ડેન્ગ્યુ મેલરીયા કે ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાનો એક પણ કેસ નોંધાયો નથી તેમ છતાં મહાપાલિકા તંત્ર દ્વારા આશ્ચર્યજનક રીતે મચ્છર મારવા માટે ફોગિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application