હવે અવકાશમાં જ તૈયાર કરી શકાશે સ્વાદિષ્ટ ભોજન

  • April 24, 2025 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અવકાશયાત્રીઓને ખોરાક પહોંચાડવો જેટલો મુશ્કેલ છે તેટલો જ ખર્ચાળ પણ છે. યુરોપિયન સ્પેસ એજન્સી (ઈએસએ) એવી ટેકનોલોજી પર કામ કરી રહી છે જે ભવિષ્યમાં અવકાશમાં છૂંદેલા બટેટા અને મીઠાઈઓ જેવા સ્વાદિષ્ટ ખોરાક બનાવવાનું શક્ય બનાવી શકે છે. જો આ પ્રયોગ સફળ થાય તો બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઈએસએસ) પર એક મીની ફૂડ ફેક્ટરી સ્થાપિત થઈ શકે છે. ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ, જે તાજેતરમાં અવકાશમાં નવ મહિના વિતાવ્યા પછી પરત ફર્યા છે. તેમણે કહ્યું કે તેમને અવકાશમાં તાજા અને સ્વાદિષ્ટ ખોરાકની સૌથી વધુ ખોટ સાલતી હતી. ઈએસએ એવી ટેકનોલોજી વિકસાવી રહ્યું છે જે ખોરાક માટે જરૂરી છોડને આઈએસએસ લેબમાં ઉગાડી શકાય અને ખોરાક ત્યાં જ તૈયાર કરી શકાશે. ઈએસએ વૈજ્ઞાનિકો માને છે કે માત્ર પૌષ્ટિક ખોરાક પૂરતો નથી; અવકાશયાત્રીઓ મન ભરીને ખાઈ શકે તે માટે સ્વાદ અને વિવિધતા પણ મહત્વપૂર્ણ છે. ભવિષ્યમાં ફ્રેન્ચ, ચાઇનીઝ, ભારતીય સહિત દરેક પ્રકારની વાનગી અવકાશમાં તૈયાર કરી શકાશે.


હાલમાં, અવકાશયાત્રીઓને દરરોજ ખોરાક પહોંચાડવા માટે 20,000 પાઉન્ડ (લગભગ 20 લાખ રૂપિયા)નો ખર્ચ થાય છે. જ્યારે મનુષ્યોને ચંદ્ર કે મંગળ પર મોકલવામાં આવશે ત્યારે દરરોજ રોકેટ દ્વારા ખોરાક મોકલવો અશક્ય બની જશે. આવી સ્થિતિમાં, અવકાશમાં જ ખોરાક બનાવવો જરૂરી છે. ઈએસએ ની ટેકનોલોજી માત્ર ખર્ચ નહીં ઘટાડે પરંતુ અવકાશમાં આત્મનિર્ભર જીવનશૈલી તરફનું પ્રથમ પગલું પણ હશે.


અવકાશમાં પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતો ખોરાક ટેસ્ટ ટ્યુબ અને મશીનોમાં જૈવિક તકનીકોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવશે. તેમાં પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવશે અને તેને સ્વાદિષ્ટ વાનગીમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ ટેકનોલોજીનો ઉપયોગ પૃથ્વી પર પહેલાથી જ થઈ રહ્યો છે. અમેરિકા અને સિંગાપોરમાં પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલ ચિકન વેચાઈ રહ્યું છે. યુકેમાં પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા સ્ટીકને મંજૂરી મળવાની તૈયારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application