કેન્દ્ર સરકારે મેટરનિટી લીવના મામલે મોટા ફેરફારો શરૂ કયર્િ છે. કેન્દ્ર સરકારે સરોગસી સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે. સરકારના આ નિર્ણય બાદ હવે સરકારી કર્મચારીઓ 180 દિવસ સુધીની રજા મેળવી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગે 18 જૂને આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ મુજબ, કેન્દ્ર સરકારની આવી મહિલા કર્મચારીઓ જેમણે સરોગસી દ્વારા બાળકને જન્મ આપ્યો છે તેઓ હવે છ મહિનાની પ્રસૂતિ રજા માટે હકદાર બનશે. આવી મહિલા કર્મચારી માટે, જો ગર્ભ (સરોગેટ મધર) આપ્નારી મહિલા પણ કેન્દ્રની કર્મચારી હશે, તો બંને માતાઓને છ મહિનાની પ્રસૂતિ રજા મળશે. જો કે તેની શરત એ હશે કે આવી મહિલાઓના જીવતા બાળકોની સંખ્યા બે કરતા ઓછી હોવી જોઈએ.
નવા નિયમો હેઠળ સરોગેટ માતાની સાથે બીજી માતાને વાલી માતા તરીકે ઓળખવામાં આવી છે. કસ્ટોડિયલ માતા બાળકની સંભાળ રાખવા માટે બે વર્ષની બાળ સંભાળ રજા માટે પાત્ર હશે, જે બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી મેળવી શકાય છે. જો બાળકના વાલી પિતા પણ સરકારી કર્મચારી હોય તો તે પણ 15 દિવસની પિતૃત્વ રજા માટે પાત્ર બનશે. નવા નિયમો 18 જૂનથી લાગુ થઈ ગયા છે.
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, સરોગસી દ્વારા બાળકોને જન્મ આપ્નારી માતાઓ અને બાળકોને દત્તક લેનાર માતા-પિતા માટે રજાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે હવે સરોગસીના મામલામાં 180 દિવસ સુધી મેટરનિટી લીવ લઈ શકાશે. કેન્દ્ર સરકારના કર્મચારી જે સરોગેટ છે તે 180 દિવસની રજા મેળવી શકશે. સંશોધિત નિયમોની સૂચના કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવી છે. આ મુજબ હવે સરોગેટની સાથે સરોગેટ મધર (જૈવિક માતા) પણ 180 દિવસની રજાની સુવિધા મેળવી શકશે.
આ સાથે સરકારે સરોગસી માટે પિતૃત્વ રજાને લઈને પણ મોટો નિર્ણય લીધો છે. હવે સેન્ટ્રલ કર્મચારીઓના પિતા કે જેમની પાસે બે કરતા ઓછા હયાત બાળકો છે તેઓ બાળકના જન્મના છ મહિનામાં 15 દિવસની પિતૃત્વ રજા માટે હકદાર બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech