ફેન્સને જોરદાર ઝટકો!, યશનું સ્થાન અજીત લે તેવી ચર્ચા
યશના ખાતામાં આ વખતે 2 મોટા પ્રોજેક્ટ્સ છે. કેજીએફ બાદ તે જે ફિલ્મમાં વાપસી કરવાના છે. તે છે 'ટોક્સિક' તેના બાદ તે નીતેશ તિવાસીની રામાયણમાં દેખાશે. રાવણનું પાત્ર નિભાવવાની સાથે જ તે ફિલ્મના કો-પ્રોડ્યુસર પણ છે.
યશની ઘણી મોટી ફિલ્મો પાઈપલાઈનમાં છે. પરંતુ ફેન્સ જેની રાહ જોઈ રહ્યા છે તે છે KGF-3. પ્રશાંત નીલ હિંટ પણ આપી ચુક્યા છે કે ફિલ્મ બનાવશે. આ સમયે પ્રશાંત નીલના ખાતામાં ઘણા પ્રોજેક્ટ્સ છે. તેના બાદ તે પિક્ચર પર કામ કરશે. પરંતુ હાલમાં જે ખબર આવી રહી છે તે ફેન્સ માટે મોટો ઝટકો છે.
પ્રશાંત નીલની પાસે આ સમયે જે પ્રોજેક્ટ્સ છે. તેમાં પ્રભાસની સાથે 'સલાર 2' અને જુનિયર એનટીઆરની સાથે 'ડ્રેગન'નો સમાવેશ થાય છે. પરંતુ તે 'ડ્રેગન' પર સૌથી પહેલા કામ કરવાના છે. જોકે જણાવી દઈએ કે એર રિપોર્ટમાં સામે આવ્યું હતું કે જુનિયર એનટીઆરની ફિલ્મના ચક્કરમાં પ્રભાસની સલાર-2 અટકી શકે છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ એક્શન ફિલ્મમાં બોબી દેઓલ પણ શામેલ થઈ શકે છે. આ વચ્ચે એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે પ્રશાંત નીલ વર્ષ 2026માં કેજીએફના બીજા પાર્ટ પર કામ શરૂ કરી શકે છે.
જોકે ફિલ્મને લઈને જે જાણકારી આવી હરી છે તેનાથી ફેંસ નારાજ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે યશ જે કેજીએફ ના પહેલા બે પાર્ટમાં હતા તે હવે આ સીક્વલનો ભાગ નહીં રહેશે. તેમની જગ્યા પર ફિલ્મમાં તમિલ સુપરસ્ટાર અજીતને લેવામાં આવી શકે છે.
રિપોર્ટ અનુસાર કેજીએફ-3 માટે અજીતને સાઈન કરી લેવામાં આવ્યો છે. તે આ ફિલ્મને લીડ કરશે. જોકે ફિલ્મની ટીમની તરફથી કોઈ ઓફિશ્યલ જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ આ રિપોર્ટે ફેન્સની વચ્ચે જ નહીં ઈન્ડસ્ટ્રીમાં પણ હલચલ મચાવી દીધી છે.
જોકે પ્રશાંત નીલનું સંપૂર્ણ ધ્યાન એનટીઆરની ફિલ્મ પર છે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન વર્ક ચાલી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર યશને ત્રીજા પાર્ટથી હટાવવાની વાત કહેવામાં આવી રહી છે. પરંતુ એક સવાલ છે કે રોકીભાઈ વગર ' કેજીએફ-3' કેટલી ચાલશે? તે જોવાનું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech