નામચીન બુટલેગર પ્રતીક ચંદારાણાએ ફરી લખણ ઝળકાવ્યા છે. માંડા ડુંગર પાસે સદગુ પાર્ક પાસે શિવમ સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે જઈ પોતે જેલમાં ગયો હોય તેનો ખર્ચેા માંગી ઝઘડો કર્યેા હતો જેથી ડરી જઈ યુવાન તથા તેનો પરિવાર ગ્રીનલેન્ડ ચોકડી પાસે દાદાના ઘરે ચાલ્યો ગયો હતો દરમિયાન રાત્રિના પ્રતિક તથા તેના ત્રણ સાથીદારોએ અહીં નંબર પ્લેટ વગરની બોલેરો કારમાં ધસી આવી યુવાન તથા તેના ભાઈઓ પર હત્પમલો કરી મારમાર્યેા હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગર નજીક શિવમ સોસાયટીમાં રહેતા હિરેન મહેશભાઈ ગરચર (ઉ.વ ૨૨) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આ જ વિસ્તારમાં રહેતા પ્રતીક દિલીપભાઈ ચંદારાણા અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા દસ વર્ષથી બીમાર હોય બરાબર કઇં કામ કરી શકતો ન હોય જેથી ઘરે જ રહે છે યુવાનના બંને ભાઈ મજૂરીકામ કરે છે સાતેક માસ પૂર્વે તેમના જ લતામાં રહેતા પ્રતીક ચંદારાણાને નરેશભાઈ સાથે મારામારી થઈ હતી. જે ગુનામાં ત્રણેક મહિના સુધી જેલમાં રહ્યા બાદ પ્રતીકે છૂટી આ મારામારીના કેસમાં જેલમાં ગયાનો ખાર ફરીયાદી પર રાખી નરેશ સાથે ફરિયાદીને કોઈ લેવાદેવા ન હોવા છતાં જેલમાં થયેલા ખર્ચ અને ઘર ખર્ચના પિયાની માંગણી કરી હેરાન કરતો હોય મંગળવારે પણ તે ઝઘડો કરવા લાગતા અને હાથાભાઈ કરતા આ શખસથી ડરી ફરિયાદી ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી નજીક શેરીમાં રહેતા તેના દાદા રમેશભાઈ ગોવિંદભાઈ ગળચરના ઘરે રોકાવા આવી ગયા હતા.
દરમિયાન ગઈકાલ રાત્રિના હિરેન તથા તેનો પરિવાર તેના દાદાના ઘરે હતા ત્યારે ત્રણેક વાગ્યા આસપાસ ડેલી ખખડાવાનો આવાજ આવ્યો હતો જેથી બહાર જઈ જોતા શેરીમાં નંબર પ્લેટ વગરની કાળા કલરની બોલેરો કાર ઊભી હોય તેમાં પ્રતિક તથા તેની સાથે ત્રણ અજાણ્યા શખસો હોય અને તેઓ બોલેરોમાંથી હોકી કાઢી અહીં ઘર પાસે આવી ફરિયાદીના માતાને કહેવા લાગ્યા હતા કે જેલ ખર્ચના પિયા આપવા છે કે નહીં બાદમાં હોકી લઇ ફરિયાદીની માતાને મારવા દોડતા ફરિયાદી વચ્ચે પડતા તેને હિરેનને હોકી વડે માર માર્યેા હતો.યુવાનની માતાને ધમકી આપવા લાગ્યો હતો કે તમે પિયા નહીં આપો તો હત્પં તમને શાંતિથી જીવવાની દઉં. ત્રણેય દીકરાને જાનથી મારી નાખીશ બાદમાં પ્રતીક સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ફરિયાદીના બંને ભાઈને ઢીકાપાટુનો માર માર્યેા હતો. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ શખસો અહીંથી નાસી ગયા હતા. અંગે યુવાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે આ ચારેય શખ્સો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.
પ્રતીક અગાઉ દોઢ લાખ લઈ ગયાનો યુવકનો આક્ષેપ
આહિર યુવાન હિરેન એવા આક્ષેપ કર્યેા હતો કે, પ્રતિક ખૂબ જ માથાભારે અને ઝનુની સ્વભાવનો હોય તેણે કઈં લેવાદેવા ન હોવા છતાં યુવાનના પરિવાર પાસેથી જેલ ખર્ચના પૈસા માંગતા આ શખસ સાથે ઝઘડો કરવો ન હોય જેથી પરિવારે ડરી જઇ પ્રતિકને અગાઉ પિયા દોઢ લાખ આપ્યા હોવાનું યુવાને જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech