સામાન્ય રીતે આપણે ફિલ્મો, સિરિયલો અને બીજા ઘણા માધ્યમોમાં ન્યાયની દેવીની મૂર્તિ ઉપર આંખે પાટા બાંધેલા અને હાથમાં તલવાર રાખેલી તથા બીજા હાથમાં ત્રાજવું રાખેલું હોય છે. ન્યાયની આ દેવીને ધ્યાનમાં રાખીને અંધા કાનૂન અને બીજી ઘણી ફિલ્મો બનેલી છે. આ ન્યાયની દેવીની મૂર્તિમાં સીજેઆઈ ચંદ્રચૂડની ભલામણના આધારે ન્યાયની દેવીની મૂર્તિ અને તેમના પ્રતીકોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ચંદ્રચુડે ખાસ ઓર્ડર આપીને બનાવેલી નવી મૂર્તિઓમાં ન્યાયની દેવીની આંખ પરની પટ્ટી હટાવી દેવાઈ છે અને હાથમાં તલવાર હતી તેના સ્થાને બંધારણ રાખવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા અંગ્રેજોના સમયથી ચાલતા આવતા ન્યાયંત્રને ભારતીય વ્યવસ્થા અનુપ બદલવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેના પગલે આ વર્ષે ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવી. હવે ભારતીય ન્યાયતંત્રના પ્રતિક રૂપે ન્યાયની દેવીનું પણ સ્વરૂપ બદલવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સમાચાર ડિરેક્ટર સ્મૃતિબેન શાહને પરિમલ નથવાણી દ્વારા શ્રધ્ધાસુમન
April 19, 2025 01:28 PMસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech