વજન ઘટાડવા માટે આપણે કસરતની સાથે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત સખત વર્કઆઉટ કરવા છતાં વજન ઘટતું નથી દરેક વ્યક્તિ ફિટ અને એક્ટિવ રહેવા માંગે છે, આ માટે વજન નિયંત્રણમાં રાખવું જરૂરી છે. ભારે શરીરવાળા લોકો ખૂબ જ ઝડપથી રોગોનો ભોગ બને છે.તેથી સ્થૂળતાથી બચવા માટે લોકો દરરોજ જીમમાં જાય છે અથવા ઘરે કસરત કરે છે. લોકો વજનને નિયંત્રિત કરવા માટે મોર્નિંગ વોક અથવા જોગિંગ,ડાયટ પણ કરે છે. જો કે, આ બધું કર્યા પછી વજન ધટતું નથી.
કસરત છોડશો નહીં
જો વજન ઘટાડવા માટે કસરત કરી રહ્યા છો, તો કસરત કરવાનું છોડવું નહિ આનો અર્થ એ છે કે થોડા દિવસો સુધી કસરત કર્યા પછી, જો તમે તેને 2-3 દિવસ માટે છોડી દો અને ફરીથી શરૂ કરો તો સારું પરિણામ મળશે નહીં.
શારીરિક રીતે ઓછું સક્રિય હોવું
કેટલાક લોકો વિચારે છે કે જીમમાં કલાકો વિતાવવું અથવા મોર્નિંગ વોક કરવું એ પૂરતું છે જેથી તમે દિવસભર આરામ કરી શકો. આવું કરવાથી તમારી બધી મહેનત બરબાદ થઈ શકે છે. વજન ઘટાડવા માટે તમારે દિવસભર શારીરિક રીતે સક્રિય રહેવું પડશે.
ઓછું ખાવાનું ટાળો
વજન ઘટાડવા માટે ભોજન છોડવાને બદલે આહારમાં પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરો. ઉચ્ચ કેલરી વારી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ.જો તમે ઓછું ખાવાથી વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો તેની વિપરીત અસર થઈ શકે છે, એટલે કે તમારું વજન ઘટવાને બદલે વધી શકે છે.
વોકીગ કરવું
સવારે જ વોક કરવું એ જરૂરી નથી. રાત્રે જમ્યા પછી પણ વોક કરી શકો છો. તેનાથી મેટાબોલિઝમ પણ સુધરે છે અને શરીર ફિટ રહે છે. ચાલવાથી ફેફસાં અને પેટની ચરબી ઘટે છે .30 મિનિટ ચાલવાથી 300 કેલરી બર્ન થાય છે. તેના બીજા ઘણા ફાયદા છે. ફેફસા શરીરના નીચેના ભાગના હાડકાંને મજબૂત બનાવે છે અને કરોડરજ્જુને પણ મજબૂત બનાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech