સોમવારે ઈતિહાસમાં પહેલીવાર 6 મહિલાઓએ એકસાથે સ્પેસની સફર કરી. જેમાં હોલીવુડની જાણીતી સિંગર કેટી પેરી અને અમેરિકન અબજોપતિ જેફ બેઝોસની મંગેતર લોરેન સાંચેઝ પણ સામેલ હતી.
આ મહિલાઓએ અમેરિકાના ઉદ્યોગપતિ જેફ બેઝોસની બ્લુ ઓરિજિન કંપનીના રોકેટથી આ યાત્રા કરી હતી. રોકેટે ટેક્સાસના વેન હોર્ન લોન્ચ પેડ પરથી સાંજે 7 વાગ્યે ઉડાન ભરી હતી. લગભગ 11 મિનિટ બાદ મિશન પરત ફર્યું હતું.
આ દરમિયાન રોકેટે 200 કિમીની સફર કરી હતી. 1963 બાદ અંતરિક્ષ યાત્રા પર જનારું આ પહેલું ઓલ વિમેન ક્રૂ છે. આ પહેલા 1963માં રશિયન એન્જિનિયર વેલેન્ટિના તેરેશકોવાએ એકલા અંતરિક્ષની યાત્રા કરી હતી.
11 મિનિટની સફર માટે 1.15 કરોડ ચૂકવ્યા
લગભગ 11 મિનિટની સફર માટે દરેક મહિલા યાત્રીએ 1.15 કરોડ રૂપિયા ભાડું ચૂકવ્યું છે. આ મિશન જેફ બેઝોસની બ્લુ ઓરિજિન કંપનીના ન્યૂ શેપર્ડ પ્રોગ્રામનો ભાગ છે, જેને NS-31 નામ આપવામાં આવ્યું છે.
કેટી પેરી અને લોરેન ઉપરાંત ટીવી પ્રેઝન્ટર ગેલ કિંગ, માનવાધિકાર કાર્યકર્તા અમાન્ડા ગુયેન, ફિલ્મ નિર્માતા કેરિયન ફ્લિન અને NASAની પૂર્વ રોકેટ વૈજ્ઞાનિક આઈશા બોવે પણ અંતરિક્ષની સફર પર ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબ કિંગ્સનો ઐતિહાસિક વિજય, KKRને માત્ર 95 રનમાં ઓલઆઉટ કરીને 16 રનથી જીત્યું
April 15, 2025 11:02 PMIndia's Got Latent Row: સમય રૈના અને રણવીરની મુશ્કેલીઓ વધી, સાયબર સેલમાં ફરી નિવેદન
April 15, 2025 07:45 PMઅમેરિકી ટેરિફના વિરોધમાં ચીનનો મોટો નિર્ણય, બોઇંગ જેટની ડિલિવરી કરી રદ્દ
April 15, 2025 07:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech