ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકે રાજ્ય સરકાર દ્વારા ગત સપ્તાહમાં નિયુક્ત થયેલા મનીષકુમારે આજે તા.૧૫ એપ્રિલને મંગળવારે જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.આથી હવે જિલ્લાના વિકાસ કામોને વેગ મળશે તેમજ રૂટિન કાર્યોની મંજૂરી ત્વરિત મળશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત તા.૩૧ માર્ચના રોજ ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે.મહેતા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા સરકારે તેમનો ચાર્જ રીઝનલ કમિશ્નર ઓફ મ્યુનસિપાલિટીસ ડી.એમ.સોલંકીને સોંપ્યો હતો.
તાજેતરમાં ૧૬ આઈએએસ અધિકારીની ગત બુધવારે બદલી સાથે ખાલી પડેલી આઈએએસ કેડરની જગ્યામાં નિમણૂક આપવામાં આવી હતી. જેમાં ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકે ગુજરાત હાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર મનીષકુમારને મુકવામાં આવ્યા હતા.
બદલીના ઓર્ડર બાદ ત્રણ દિવસની જાહેર રજા આવી હોવાના કારણે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર મનીષકુમારે હવે આજે તા. ૧૫-૪ને મંગળવારે ચાર્જ સંભાળ્યો છે.ભાવનગરમાં બે સપ્તાહ બાદ રેગ્યુલર કલેક્ટરે ચાર્જ સંભાળતા હવે જિલ્લાના વિકાસ કામોને વેગ મળશે અને જરૂરી કાર્યોને મંજુરી મળતા કાર્યવાહી આગળ વધશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ખીજડીયા બાયપાસ પાસે ટ્રાફિક પોલીસનું ચેકિંગ
April 17, 2025 12:09 PMજામનગર શહેર ભાજપ ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા લોકદરબાર
April 17, 2025 12:07 PMપુત્ર ન હોવાથી પરિવારના અમુક લોકો નાખુશ:સોહાનું દર્દ છલકાયું
April 17, 2025 12:02 PMઆરજે મેહવશ યુઝવેન્દ્ર ચહલ વચ્ચેની મેચ રસપ્રદ તબક્કામાં
April 17, 2025 11:57 AMડોન 3'માં રણવીર સિંહ સાથે રોમાન્સ કરશે શર્વરી વાઘ
April 17, 2025 11:55 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech