રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં નવા ઉનાળુ સફેદ તલની હોબેશ આવકો થઇ રહી છે, સીઝનના પ્રારંભેથી જ જોરદાર આવકો શરૂ થતાં આવક બંધ કરવા ફરજ પડી હતી. દરમિયાન આજથી ફરી આવક શરૂ કરતાં આજની હરાજીમાં ૧૭,૦૦૦ મણ તલની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૧૮૦૦થી ૨૪૦૦ સુધી રહ્યો હતો.
વિશેષમાં યાર્ડના વેપારી વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ઉનાળુ સફેદ તલમાં વાવેતર અને ઉત્પાદન બન્ને વધતા રાજકોટ યાર્ડમાં આવક લગાતાર વધી રહી છે, બીજી બાજુ સાઉથ કોરિયાના તલની ખરીદીનું ટેન્ડર આ વર્ષે ભારતને મળવાના કારણે લેવાલી રહેતા ભાવ પણ જળવાય રહ્યા છે. અલબત્ત માવઠાને કારણે ભેજ લાગવાથી ગુણવત્તા થોડી નબળી પડી છે. જ્યારે આજની હરાજીમાં પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર રૂ.૧૮૦૦થી ૨૪૦૦ રહ્યો હતો.
આ વર્ષે માવઠા વરસવા ઉપરાંત વરસાદ પણ વહેલો હોવાની આગાહીને કારણે સંગ્રહની વ્યવસ્થા ન હોય તેવા ખેડૂતો માલ વેંચવા ઉતાવળા બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech