Neeraj Chopra wins Gold: નીરજ ચોપરાનો વધુ એક કમાલ, ફેડરેશન કપમાં જીત્યો ગોલ્ડ

  • May 15, 2024 09:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ધમાલ મચાવી દીધી છે. તેણે ભુવનેશ્વરમાં ચાલી રહેલા ફેડરેશન કપની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર નીરજે ફાઈનલ ઈવેન્ટમાં 82.27 મીટર ભાલા ફેંકીને ગોલ્ડ પર કબ્જો મેળવ્યો છે.


આ ટુર્નામેન્ટમાં ભાલા ફેંક સ્પર્ધામાં  નીરજ ઉપરાંત કિશોર જેના અને ડીપી મનુએ પણ પોતાનો હાથ અજમાવ્યો હતો. મનુએ 82.06 મીટર ભાલા ફેંકીને બીજા સ્થાને રહ્યા અને આ સાથે તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો.


નીરજ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય

તમને જણાવી દઈએ કે નીરજ ચોપરા અને કિશોર જેના પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે. આ જ કારણ હતું કે બંનેને સીધી ફાઈનલમાં જગ્યા મળી હતી. નીરજ અને મનુ પછી ઉત્તમ પાટીલ ત્રીજા ક્રમે છે. તેણે 78.39 મીટર ભાલા ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application