લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના નવરાત્રી મહોત્સવમાં 160 બાળાઓ ગરબે ઘૂમે છે...
રામ આયેંગે તો અંગના સજાઉંગી: સરગમ નવરાત્રી મહોત્સવમાં સુમધુર સંગીત
આજના જમાનામાં અવર્ચિીન ગરબી સામે પ્રાચીન ગરબીનું હજુ એટલું જ મહત્વ છે, જામનગરમાં દશેક વર્ષથી લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સરગમ નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં અલગ-અલગ પાંચ ગ્રુપમાં 160 બાળાઓ માતાજીની આરાધના કરે છે, આ ગરબીમાં જાનકી મેલડી, માધવ યો રે માધવ યો રે, ડાકલા, ગણેશ વંદના, શિવ સ્તુતી, નવાનગરની વહુ અને મેડે જાવુ છે જેવા ગરબા અને ગીતોએ લોકોમાં આકર્ષણ જગાવ્યું છે ત્યારે જામનગરની આ શ્રેષ્ઠ ગરબી કહી શકાય.
લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આરોગ્ય લક્ષી, તાલીમ બેઠક શિબીર, મેડીકલ ટીમ સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે, પ્રદર્શન મેદાન ખાતે આ વખતે 8:30 થી 12:30 દરમ્યાન 60*60ના વિશાળ સ્ટેજ પર અલગ-અલગ પાંચ ગ્રુપમાં બાળાઓ રમે છે, લગભગ સાતેક હજાર લોકો વિનામૂલ્યે માતાજીના ગરબા જોઇ શકે તે માટે વિશાળ એલઇડી સ્ક્રીન પણ રાખવામાં આવી છે જેમાં જે ગરબો ચાલી રહ્યો હોય તેના બેકઅપ દ્રશ્યો પણ બતાવવામાં આવે છે.
આ ગરબીમાં મુખ્ય ગરબાઓમાં આસમાની ચૂંદડી, મારી માતાના પગલા, કોઇ માટેલ જઇને, માઁ એ ગરબો કોરાવ્યો, કાળો ભમ્મરીયાળો જામો, સુરત શહેરની છોરી, ગરબે રમવા નિસયર્િ માળી, દુધે તે ભરી તલાવડી, પેડી મેલડી, ણઝુણ, મહાકાલી, ગણેશ સ્તુતી, શિવ સ્તુતી, ક્રિષ્ના મેડલી, ડાકલા, પાવર ગરબા, શ્રીનાથજી મેડલી, નવાનગરની વહુ, મેળે જાવુ છે, મારે મહીસાગરને આરે, એક લાલ દરવાજે, ઘોર અંબારી રે અને તને જાતા જોઇ પનઘટ જેવા રાસ ગરબાએ દર્શકોનું મન મોહી લીધું છે.
સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમ્યાન પ્રોજેકટને સફળ બનાવવા શૈલેષ પટેલ, ભરત ઢોલરીયા, બીપીન સોરઠીયા, જમન બાબીયા, સંજય સુદાણી, અરવિંદ કોડીનારીયા, નવરાત્રી ક્ધવીનરમાં રાજેન મુંગરા, કિશોર સંઘાણી, વિનોદ દોમડીયા, નયન સોરઠીયા અને ધીરેન સાવલીયા જહેમત ઉઠાવી રહ્યા છે. સંગીત રાજ રાણાનું છે જયારે એનાઉન્સર તરીકે અશોક રાણા જહેમત ઉઠાવી રહ્યા છે. ગઇકાલે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી ચત્રભુજનદાસજી તેમજ પત્રકારો અને ફોટોગ્રાફરોએ પ્રથમ નોરતે દિપ પ્રાગટ્ય કર્યું હતું અને ત્યારબાદ નગરસેવકોએ પણ દિપ પ્રાગટ્યમાં ભાગ લીધો હતો, આમ સંગીતના સથવારે 160 બાળાઓએ માં જગદંબાની આરાધના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech