ખંભાળિયા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ - ૨૦૨૫ની ઉજવણી કરાઈ

  • April 24, 2025 05:04 PM 

કાર્યક્રમમાં મધુબની, બિહારથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની આંબાવાડી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. 

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં મધુબની, બિહારથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. 
          
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિલેશ ચાવડા, મામલતદાર વિક્રમ વરૂ, તાલુકા વિકાસ અધિકારી  કે.વી.શેરઠિયા, અગ્રણી ભરત ચાવડા, રસિક નકુમ સહિત પદાધિકારીઓ તથા આઇ.સી.ડી.એસ. વિભાગનાં અધિકારી /કર્મચારીઓ ઉ૫સ્થિત રહ્યાં હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application