યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) નવી દિલ્હી દ્વારા આયોજિત કરાતી નેશનલ ડિફેન્સ એકેડેમી, નેવલ એકેડેમી અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા આવતીકાલે રાજકોટમાં લેવામાં આવનારી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી 888 ઉમેદવારો આ પરીક્ષા માટે નોંધાયા છે. સામાન્ય રીતે યુપીએસસીની પરીક્ષાનું કેન્દ્ર અમદાવાદમાં રાખવામાં આવતું હતું પરંતુ પૂર્વ કલેક્ટર મનીષા ચંદ્રાના પ્રયત્ન પછી રાજકોટને કેન્દ્ર મળ્યું છે.વ્યવસ્થિત સંચાલનના કારણે આ કેન્દ્ર છેલ્લા કેટલાક વર્ષોથી યથાવત રાખવામાં આવ્યું છે.
યુપીએસસીની વ્યવસ્થા મુજબ પેપર શરૂ થવાના 30 મિનિટ પહેલા જે તે પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે. ઈ-એડમિટ કાર્ડ વગર કોઈ પણને એન્ટ્રી નહીં મળે. મોબાઈલ ફોન, અન્ય આઈટી કે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ, સ્માર્ટ વોચ, ડિજિટલ વોચ, બુક્સ, બેગ સહિતની વસ્તુઓ સાથે પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. આવી વસ્તુઓ રાખવા માટે પરીક્ષા કેન્દ્રના સ્થળે કોઈ પ્રકારની વ્યવસ્થા પણ રાખવામાં આવી નથી અને તેથી ઉમેદવારોએ જાતે આ માટેની વ્યવસ્થા કરવાની રહેશે. આવી વસ્તુઓ પૈકી કોઈ પણ વસ્તુ ગુમ થવાના કિસ્સામાં યુપીએસસીની કોઈ જવાબદારી રહેશે નહીં. ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં માત્ર ઈ- એડમિટ કાર્ડ, પેન- પેન્સિલ, આઇડેન્ટિટી પ્રુફ અને પોતાના ફોટોગ્રાફ સાથે લઈ જવાના રહેશે.
પરીક્ષા સંદર્ભે રાજકોટ જિલ્લા પુરવઠા કચેરીમાં ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે અને તેનો નંબર 0281-2476891 છે.
કંબાઇન ડિફેન્સ સર્વિસ પરીક્ષામાં પહેલું પેપર સવારે 9 થી 11,બીજું પેપર બપોરે 12:30 થી 2 30,ત્રીજું પેપર સાંજે 4 થી 6 નું રાખવામાં આવ્યું છે. જ્યારે નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમીની પરીક્ષામાં પ્રથમ પેપર સવારે 10 થી 12:30, બીજું પેપર બપોરે 2 થી 4-30 નું રાખવામાં આવ્યું છે. કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસની પરીક્ષામાં 323 ઉમેદવારો નોંધાયા છે અને એક પરીક્ષા કેન્દ્ર છે. જ્યારે નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમીની પરીક્ષામાં 565 ઉમેદવારો નોંધાયા છે અને બે પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech