જામનગરમાં, ભાવિકા એન્ટરપ્રાઇઝ પાસેથી દિલ્હીના સ્ટાર ઇન્ટરનેશનલના શાહનવાઝ સૈફી દ્વારા તેમના ધંધા માટે બ્રાસ સ્ટડ ઉધારથી ખરીદી કરવામાં આવેલ, અને તે મુજબ તેમની પાસેથી ભાવિકા એન્ટરપ્રાઇઝને રૂ.૩,૬૫,૮૦૦ બીલ તથા લેઝર મુજબ લેવાના થતાં હતા. જે બાકી લેણાંની માંગણી કરવામાં આવતા શાહનવાઝ દ્વારા રકમની ચુકવણી માટે ભાવિક એન્ટરપ્રાઇઝ નામ જોગનો ચેક આપવામાં આવેલ. ભાવિકા એન્ટરપ્રાઇઝના માલિક રજનીકાંત રસીકલાલ જોશી દ્વારા ચેક બેન્કમાં કલીયરિંગમાં નાખતા મજકુર ચેક અપૂરતા ભંડોળને કારણે પરત ફરેલ,
ત્યારબાદ ભાવિકા એન્ટરપ્રાઇઝ દ્વારા તેમના વકીલ મારફત નોટિસ મોકલાવેલ. જે નોટિસ બજી જવા છતાં સ્ટાર ઇન્ટરનેશનલ દ્વારા ચેક મુજબની રકમ ચુકવવામાં આવેલ નહીં. જેથી ભાવિકા એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર રજનીકાંત રસીકલાલ જોશી દ્વારા જામનગરની અદાલતમાં શાહનવાઝ સૈફી સામે નેગોશીએબલ ઈન્સટુમેન્ટ એકટની કલમ - ૧૩૮ અન્વયે ફરિયાદી નોંધાવવામાં આવેલ.
ઉપરોક્ત ફરીયાદ ચાલી જતાં ફરિયાદી દ્વારા પોતાની જુબાની આપવામાં આવેલ, અને તે રીતે ફરીયાદના વકીલ દ્વારા ફરીયાદ પક્ષે કેસ સાબીત કરેલ, અને સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓ રજુ કરેલ. જે દલીલો તથા ચુકાદાઓ માન્ય રાખી નામ. જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા આરોપી સ્ટાર ઇન્ટરનેનલના માલિક શાહનવાઝ સૈફીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂ.૩,૬૫,૮૦૦ ની રકમનો દંડ કરેલ, અને દંડની રકમ રૂ.૩,૬૫,૮૦૦ ફરિયાદીને ચુકવી આપવાનો તથા જો આરોપી દંડ ન ભરે તો વધુ ૩ માસની સજાનો હુકમ કરેલ. ફરીયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી તથા દિપક નાનાણી તથા નેહલ બી. સંચાણિયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech