જૂનાગઢમાં દલિત સમાજના પ્રમુખના પુત્રએ અજાણ્યા કારચાલકોને કાર ચલાવવા બાબતે આપેલ ઠપકા આપ્યો હતો જેના મનદુ:ખનો ખાર રાખી યુવકનું કારમાં અપહરણ કરી જઈ ગોંડલ પાસે વાડીએ લઇ જઇ ન કરી મારમારી ઇજાગ્રસ્ત કરવા મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર સહિત ૧૦ સામે હત્યાના પ્રયાસ સહિત ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ગુન્હો નોધી સીસીટીવી ફટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં દાતાર રોડ પાસે રહેતા સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી એ એ ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદમાં ગઈકાલે રાત્રે કાળવા ચોક વિસ્તારમાં અજાણી કાર પૂરપાટ ઝડપે આવતા કાર વ્યવસ્થિત ચલાવવાનું જણાવતા કારચાલક સાથે બોલાચાલી થઈ હતી યુવકના જણાવ્યા મુજબ કારમાં જયરાજસિંહ જાડેજા ના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા અને બીજા માણસો બેઠેલા હતા બોલાચાલી બાદ પિતા રાજુભાઈ એ દરમિયાનગીરી કરી સમાધાન કરાવ્યું હતું. સમાધાન બાદ મધ રાત્રે દાતાર રોડ પર મોટરસાયકલ પર ઘર તરફ જતો હતો તે દરમિયાન અજાણી કાર ચાલકે મોટર સાયકલ ને ઠોકર મારી કારમાં થી અજાણ્યા લોકોએ ઊતરી લોખંડના પાઇપ થી આડેધડ માર માર્યેા હતો તેમ જ ત્યારબાદ બે કાર માં આવેલ અજાણ્યા લોકોએ કારમાં અપહરણ કરી ગોંડલ બાજુ લઈ ગયા હતા. યુવકે નોંધાવેલી ફરિયાદમાં કારમાં બેઠેલા એક વ્યકિત પોતાને પોલીસ તરીકે હોવાનું ઓળખ આપી બેફામ માર માર્યેા હતો તેમ જ ગોંડલ વાડી વિસ્તારમાં લઈ જઈ ગાળો ભાંડી હતી ત્યારબાદ ગણેશ જાડેજાએ તેની કારમાં બેસાડી ગોંડલ તેના ઘરે ગણેશગઢમાં લઈ જઈ પાંચ છ માણસોએ હાથમાં પિસ્તોલ અને લોખંડના પાઇપ સાથે આવી ઓફિસમાં લઈ જઈ ગણેશ જાડેજાના કહેવાથી યુવકને ન કરી માર મારી અને તેનો વિડીયો મોબાઇલ ફોનમાં ઉતારી લીધો હતો. યુવકે નોંધાવેલી ફરિયાદમાં અજાણ્યા શખ્સોએ માફી મંગાવી અને જુનાગઢ એન એસ યુ આઈ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે અને ફરિયાદ કરીશ તો મારી નાખશું. ત્યારબાદ યુવકે માફી માગતા અજાણ્યા શખ્સોએ કારમાં બેસાડી ભેસાણ ચોકડી પાસે ઉતારી દીધો હતો.યુવકને માર મારતા સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યાં તબીબો દ્રારા તેને સારવાર આપવામાં આવી રહી છે. દલિત સમાજના આગેવાનના પુત્ર પર થયેલા હત્પમલા મામલે સમાજમાં રોસ ફેલાયો હતો તેમ જ યુવકના પિતા રાજુભાઈ સોલંકી સમગ્ર મામલે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.સમગ્ર મારા મારી ના બનાવ મામલે યુવકે ગણેશ જાડેજા સહિત ૧૦ સામે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના પુત્ર ગણેશ જાડેજા અને અજાણ્યા સખસો સામે હત્યાના પ્રયાસ સહિત આઇપીસી ૧૪૭, ૧૪૩ ૧૪૮, ૧૪૯, ૩૬૫,૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) સહિતની કલમો ને આધારે ગુન્હો નોંધી આસપાસના સીસીટીવી ફટેજ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગેની તપાસ એ ડિવિઝન પી.આઇ વીજે સાવજ હાથ ધરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech