બિગ બોસ 17ના વિજેતા મુનવ્વર ફારુકીનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે . આ વિડીયોમાં મુનવ્વર ફારુકીને ભીડમાં કોઇ ધક્કો મારવામાં આવ્યો છે. આ વિડીયો જોઇને સ્ટેન્ડઅપ કોમેડિયનના ફેન્સ હેરાન થઇ ગયા છે. પોતાની જાતને સંભાળવાની તેને ખુબ કોશિશ કરી પણ કામિયાબ ન થયો અને નીચે પડ્યો.
બિગ બોસ 17માં પોતાની જીત હાંસિલ કરીને લોકોના દિલમાં રાજ કરનાર મુનવ્વર ફારુકીનો એક વિડીયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મિડીયામાં આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. બર્થ ડેના દિવસે શોમાં જીત મેળવી એના કરતા મુનવ્વર ફારુકી શોમાં થયેલા વિવાદોને લઇને સતત છવાયેલો રહ્યો છે. જો કે હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે જોઇને તમે હેરાન થઇ જશો.
આ વિડીયોમાં બિગ બોસ 17ના વિજેતા મુનવ્વર ફારુકી એક કેફેની બહાર ભીડમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. આ ભીડમાં કોઇ વ્યક્તિ મુનવ્વરને ધક્કો મારે છે. મુનવ્વર ફારુકીએ પોતાની જાતને સંભળવાની કોશિશ કરી, પરંતુ ત્યારબાદ લોકોએ પણ સહારો આપ્યો તેમ છતા ધડામ કરતા નીચે પડ્યો. આ વિડીયો કેમેરામાં કેદ થઇ ગયો છે. ત્યારબાદ સાથે ઉભેલા લોકોએ ઉભો કર્યો. જો કે મુનવ્વર ફારુકીનો આ વિડીયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે.
નોંધનીય છે કે બિગ બોસ 17 જીત્યા પછી બહાર આવીને તરત મુનવ્વર ફારૂકીએ દરેક સવાલોના જવાબ શાનદાર રીતે આપ્યા હતા. આ સાથે એમને બિગ બોસ જર્ની વિશે વાત કરતા કહ્યું હતુ કે…મારા ફેન્સ વગર હું આ જીત હાંસિલ ના કરી શક્યો હોત, આવા મિત્ર હોવા એ નસીબદારની વાત છે અને હું ભાગ્યશાળી છુ કે મને મારા દોસ્તોએ આટલો સપોર્ટ કર્યો. તમારા લોકોનો પ્રેમ હંમેશા મારા માટે બની રહેશે. મુનવ્વર ફારૂકીનું બિગ બોસ 17માં જીત્યા પછી આ પહેલું રિએક્શન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech