રાજકોટ મહાપાલિકા પાસે પોતાની સ્વતત્રં આવકનો કોઈ સ્ત્રોત રહ્યો નથી અને ફકત ને ફકત રાય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપર જ આધારિત તત્રં ચાલી રહ્યું છે. દરમિયાન આજે બજેટ રજૂ થયું તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે રાજકોટ મહાપાલિકાના અંદાજે કુલ ૪૬૦૦ કર્મચારીઓનો વાર્ષિક પગાર ખર્ચ રૂા.૪૬૨ કરોડ છે અને મહાપાલિકાની વાર્ષિક ટેકસ આવક (મિલકત વેરાની આવક) રૂા.૪૨૬ કરોડ થાય છે મતલબ કે ટેકસની જેટલી આવક થાય છે તેમાંથી કોર્પેારેશનના કર્મચારીઓનો પગાર ખર્ચ પણ નિકળી શકે તેમ નથી.
વિશેષમાં મ્યુનિ. કમિશનર આનદં પટેલએ જણાવ્યું હતું કે ફી, ચાર્જિસ તેમજ વેરામાં સામાન્ય વધારો કરીને આવક–જાવક સરભર કરવા માટે બજેટમાં પ્રયાસ કરાયો છે. શહેરીજનો ઉપર કોઈ વિશેષ કરબોજ લાદવામાં આવ્યો નથી પરંતુ સમયાંતરે જેટલો વધારો થવો જોઈએ તેટલો વધારો સૂચવ્યો છે. મિલકત વેરા સિવાયના વેરાઓ જેમાં પાણી વેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ, મિલકત વેરા બિલમાં નામ ટ્રાન્સફરનો ચાર્જ વગેરેમાં વધારો સૂચવ્યો છે.
યારે મિલકત વેરા, થિયેટર ટેકસ, પ્રોફેશ્નલ ટેકસ તેમજ વ્હીકલ ટેકસ સહિતના વેરાઓમાં કોઈપણ પ્રકારનો વધારો સૂચવ્યો નથી.
મહેસુલી આવક અને મુડી આવક તેમજ મહેસુલી ખર્ચ અને મુડી ખર્ચની વિગતો અને તેના વિશ્ર્લેષણો મનપા તત્રં દર વર્ષે જાહેર કરે છે પરંતુ જયારે વર્ષ પૂર્ણ થાય ત્યારે સમીક્ષા કરાઇ તો બજેટમાં દર્શાવેલા એકપણ લયાંકો સાચા પડતા નથી. મહદઅંશે મ્યુનિ. બજેટ સરકારની ગ્રાન્ટ આધારિત જ રહે છે.
જો રાય સરકાર અને કેન્દ્ર સરકાર સમયસર અને પુરતી ગ્રાન્ટ ન ફાળવે તો મહાપાલિકાની તિજોરી તળીયાઝાટક થઇ જાય તે હકીકત છે.
મ્યુનિ. સ્ટાફમાં ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરો મહેસુલી આવક અને મુડી આવક તેમજ મહેસુલી ખર્ચ અને મુડી ખર્ચ એટલે શું તેની જાણકારી ધરાવતા હોય છે પરંતુ ૯૦ ટકા મ્યુનિ. સ્ટાફને મહેસુલી આવક અને મુડી આવક એટલે શું તેમજ મહેસુલી ખર્ચ અને મુડી ખર્ચ એટલે શું તેનું કોઇજ જ્ઞાન હોતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech