રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ રૂ.૫૬૫.૬૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજાશે જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ આવાસો પૈકી, ખાલી પડેલ ઇડબ્લ્યુએસ-૨ (૧.૫ બીએચકે)ના ૧૩૩ અને એમઆઇજી (૩ બીએચકે)ના ૫૦ મળી કુલ ૧૮૩ આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઇઝડ ડ્રો પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.ઉપરોક્ત ડ્રો તા.૨૬-૩-૨૦૨૫ ને બુધવારના રોજ સાંજે પાંચ કલાકે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળનો પ્લોટ, કટારીયા ઓટો મોબાઈલ્સ શો રૂમની બાજુમાં, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે.
ઉપરોક્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, લોકાર્પણ ખાતમુહૂર્ત લગત સમિતિના ચેરમેન બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, રૂડાના સી.ઈ.એ.જી.વી.મિયાણી, શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો,રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.
સર્વે શહેરીજનોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, રૂડાના સી.ઇ.એ. જી.વી.મિયાણીએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
EWS-2 અને MIG આવાસ યોજનાના ડ્રોની વિગત
• MIG કેટેગરીના આવાસો: ૦૩ BHK, ક્ષેત્રફળ ૬૦ ચો.મીટર, આવાસની કિંમત રૂ.૧૮ લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂ. ૦૬ થી ૭.૫૦ લાખ.
• EWS-2 કેટેગરીના આવાસો: ૧.૫ BHK, ક્ષેત્રફળ ૪૦ ચો. મીટર, આવાસની કિંમત રૂ.૫.૫૦ લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂ.૩ લાખ
કેકેવી મલ્ટીલેવલ બ્રિજ નીચેના ગેમઝોનનું ઉદઘાટન મુખ્યમંત્રીના હસ્તે નહીં કરાય
આગામી તા.૨૬ માર્ચ રોજ રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે મહાપાલિકાના તેમજ રૂડાના મળીને કુલ ૫૬૫.૬૩ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે. દરમિયાન કેકેવી મલ્ટીલેવલ બ્રિજ નીચે લાખો રૂપિયાના ખર્ચે નિર્મિત ગેમઝોનનું ઉદઘાટન મુખ્યમંત્રીના હસ્તે નહીં કરાય તેમ જાણવા મળે છે. અગાઉ એવી વાત ચર્ચામાં હતી કે સીએમના હસ્તે લોકાર્પણ કરાશે પરંતુ આ ગેમઝોન પ્રોજેક્ટ પ્રારંભથી જ વિવાદો અને વિરોધ થયો હોય આ પ્રોજેક્ટના લોકાર્પણનો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સમાવેશ કરાયો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech