પોલીસ તંત્ર માટે આ ચેલેન્જ કેસ માટે એસપી દ્વારા સ્પેશિયલ ટીમની રચના કરાઈ હતી
જામનગર જિલ્લા નાં મેઘપર (પડાણા) પંથક ની એક મુક બધિર સગીરા સાથે દુષ્કર્મ ગુજારી તેણી ને ગર્ભવતી બનાવી દેવા ના કેસ મા આખરે પોલીસે આરોપી ને શોધી કાઢી તેની ધરપકડ કરી છે. આ ચેલેંજીંગ કેસ નાં ઉકેલ માટે એસ પી એ ખાસ ટીમ ની રચના કરી હતી.
પડાણા ( મેઘપર ) પોલીસ સ્ટેશન મા ગત તા.૨૧/૦૮/૨૦૨૪ ના રોજ એક સગીરા કે જે મુક- બધીર હોય તેની શારીરીક અસક્ષમતાનો લાભ લઈ કોઈ અજાણ્યા વ્યક્તિએ ભોગબનનાર સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજારી ચાર માસનો ગર્ભ રાખી દીધા અંગે સગીરાના માતા દ્વારા ફરીયાદ નોંધાવાઈ હતી. આથી પોલીસે દુષ્કર્મ તથા પોક્સો એક્ટ કલમ મુજબ ગુન્હો નોંધ્યો હતો.
આ ગુન્હો ગંભીર અને સંવેદનશીલ હોય જેથી જામનગર પોલીસ અધિક્ષક જામનગર પ્રેમસુખ ડેલુ દ્વારા એસ.આઇ.ટી. (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ) ની રચના કરવામાં આવી હતી.જેમાં મુખ્ય માર્ગદર્શક અધિકારી તરીકે આર.બી.દેવધા ના.પો.અધિ. જામનગર (ગ્રામ્ય), સહાયક માર્ગદર્શક અધિકારી તરીકે એન.બી.ગોરડીયા , પ્રો.ના પો.અધિ , તથા મુખ્ય તપાસ અધિકારી તરીકે પી.ટી.જયસ્વાલ, પોલીસ ઇન્સ. મેઘપર (પડાણા) પો.સ્ટે. તેમજ સહાયક તપાસ અધિકારી તરીકે વી.એમ.લગારીયા (એલ.સી.બી શાખા જામનગર) નાઓની નિમણુંક કરવામાં આવી હતી.
આ ગુન્હાની તપાસ અનડીટેક્ટ હોય આરોપી અંગે કોઇ માહીતી ન હોય અને ભોગબનનાર સગીરા જન્મ થી મુક-બધીર હોય તેમજ કોઇ અભ્યાસ કે તાલીમ મેળવેલ ન હોય જેથી ગુન્હો ચેલેંજીંગ હતો.આ કેસ ની તપાસ માટે એસ આઇ ટી ની ટીમ ઉપરાંત બી.એન.ચૌધરી (પોલીસ ઇન્સ. -એસ.ઓ.જી. શાખા) પોતાના સ્ટાફ સાથે તથા પી.ટી.જયસ્વાલ, પોલીસ ઇન્સ. મેઘપર (પડાણા) પો.સ્ટે. નાઓ મેઘપર પોલીસ સ્ટાફ સાથે ગુન્હાની જીણવટ ભરી અને તલપર્શી તેમજ વૈજ્ઞાનીક ઢબે તપાસ શરૂ કરી મુક બધીર શાળા ના સાઇન લેંગવેઝ ના એક્ષપર્ટ શીક્ષીકા મીનાક્ષીબેન જાની ની મદદ મેળવી સગીરા ની અવાર-નવાર પુછ-પરછ કરી ઇશારો મારફતે તેમજ શકદારો તપાસી ફોટાઓ બતાવી આરોપી અંગે માહીતી મેળવી તેમજ અમુક જગ્યાઓ તપાસી તેમજ એકજી. મેજી. જામનગર (ગ્રામ્ય) સમક્ષ શકદારોની ઓળખ કરાવતા સગીરા દ્વારા આ કામેના આરોપી શક્તિસિંહ ગુમાનસિંહ જાડેજા ( રહે. મોટી ખાવડી ગામ, તા.જી.જામનગર) વાળા ને ઓળખી બતાવતા તેમજ તપાસ દરમ્યાન મળી આવેલ હકિકતો તથા પુરાવા આધારે આરોપી શક્તિસિંહ ગુમાનસિંહ જાડેજા ની ધરપકડ કરી ગુન્હા નો ભેદ ઉકેલી નાખ્યો છે. અને આરોપી વિરૂધ્ધ પી ઇન્સ. પી.ટી.જયસ્વાલ એ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech