હાલ રાજકોટમાં અમીન માર્ગ પર ગુલાબ વાટિકા સોસાયટીમાં માવતરના ઘરે રહેતી ડેન્ટિસ્ટ પરિણીતાએ જામનગરમાં રહેતા પતિ સહિતના સાસરીયાઓ સામે શારીરિક–માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં ગુલાબ વાટીકા શેરી નંબર ૪ માં માવતર ના ઘરે છેલ્લા ૧૨ દિવસથી રહેતી જાનવી ૨૯ નામની પરણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગરમાં રહેતા પતિ સાવન સુરેશભાઈ ઝાલાવાડીયા, સાસુ રીટાબેન, સસરા સુરેશભાઈ અને મુંબઈમાં રહેતા જેઠ સાગરનું નામ આપ્યું છે. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે બેચલર ઓફ ડેન્ટલ સર્જરીનો અભ્યાસ કર્યેા છે. તેના લ ગત તારીખ ૨૧૫૨૦૨૩ ના સુરતમાં રહેતા સાવન ઝાલાવાડીયા સાથે થયા હતા.
લગ્ન બાદ પતિની જામનગરમાં નોકરી હોઈ જામનગર રહેવા આવ્યા હતા. લગ્નના વિસેક દિવસ બાદ જ સાસુ સસરા પ્રથમવાર જામનગર આવ્યા હતા ત્યારે નાની નાની વાતોમાં ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું હતું.બાદમાં સાસરીયા વાળા લના પંદરેક દિવસ બાદ માવતરથી રૂપિયા ૫૦,૦૦૦ લાવવાનું કહ્યું હતું જેથી પરિણીતાએ પિયા ૫૦,૦૦૦ આપ્યા હતા બાદમાં દિવાળીના ચાર પાંચ દિવસ પહેલા પિયા પાંચ લાખ લઈ આવવાનું કહ્યું હતું. પરંતુ તે સમયે પૈસાની વ્યવસ્થા ન થતા ના પાડી હતી ત્યારે પતિ સુરત ગયો હોય દોઢ લાખ રૂપિયા સાસુ સસરાને આપ્યા હતા. ત્યારે જેઠે કહ્યું હતું કે દોઢ લાખમાં શું થાય પાંચ લાખ પિયા આપો તમારા પિતાને કહો કે બીજી વ્યવસ્થા કરે નહીંતર હત્પં સાવનને કહત્પં છું કે તને ઘરમાંથી કાઢી મૂકે. સાસુ અવારનવાર પાડોશમાં કહેતા હતા કે મારી વહું તો ડ્રેગન ફ્રુટ અને ડ્રાયફ્રુટ જ ખાય છે તેને તેના માવતરમાં કઈં જોયું જ નથી. પતિ પણ કોઈ પણ જાતની સાર સંભાળ રાખતો ન હતો.
ગત તારીખ ૨૧-૦૫-૨૩ ના પરિણીતા માતા પિતા સાથે ગઈ હતી દરમિયાન તારીખ ૧૮૧ ના પતિ પતિએ કહ્યું હતું કે, મારે એક મિટિંગમાં વડોદરા ખાતે જવાનું છે અને જામનગર જઈ ત્યારબાદ હત્પં રાત્રે રાજકોટ આવીશ બાદમાં તેણે પત્નીનો ફોન પણ બ્લોક કરી દીધો હતો.ત્યારબાદ પરિણીતા માવતરના ઘરે આવી ગયા બાદ પણ સાસરીયા સમાધાનની કોઈ દરકાર ન લેતા અંતે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech