દ્વારકા પીજીવીસીએલના બે ડીવીઝનમાં કાયમી સ્ટાફની નિમણૂંક કરવા માંગ

  • June 09, 2025 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં સૌથી વધુ વીજ લોસમાં વડત્રા-કલ્યાણપુર ડિવિઝનનો સમાવેશ

દેવભૂમિ દ્વારકા તથા જામનગર બન્ને જિલ્લાઓમાં પી.જી.વી.સી.એલ.ના સબ ડિવિઝનોમાં સૌથી વધુ વીજ લોસ ધરાવતા બે સબ ડિવિઝનો ખંભાળીયા તાલુકાના વડત્રા તથા કલ્યાણપુર તાલુકાના કલ્યાણપુરમાં સૌથી વધુ વીજ લોસ સાથે સૌથી વધુ સમસ્યાઓ પણ હોય, અહીં વ્યવસ્થિત કાયમી સ્ટાફ સાથે પ્રશ્નો હલ કરવા માંગ તીવ્ર બની છે, આ બન્ને સબ ડિવિઝનો એવા છે જ્યાં વીજ પ્રશ્નો અંગે ગમે ત્યારે સબ સ્ટેશન પર લોકોના ટોળા લાઈનો જાતે બંધ કરવી, તંગ સ્થિતિ થવા સાથે વારંવાર વીજ પ્રશ્નો પણ થાય છે.

અહીં ઘણા લાંબા સમયથી કાયમી સ્ટાફ રહેતો નથી. થોડા સમયમાં અધિકારીઓ કર્મચારીઓ બદલાતા રહેતા લાઈનો વ્યવસ્થિત કરવી, ક્યાં વધુ ફોલ્ટ થાય છે તેનું નિરાકરણ કરવું, ગ્રાહકો સાથે બેઠકો કરી પ્રશ્નો નિરાકરણ લાવવાના કાર્યો નથી થતા જેથી પ્રશ્નો વધવાની સાથે લાઇન પાવર લોસ પણ વધતો જતા આ બે ડિવિઝનોનો લોસ સમગ્ર હાલારમાં સૌથી વધુ થયો છે.

અત્યંત મોટા તથા પ્રશ્નોની ભરમાળ વાળા વડત્રા તથા કલ્યાણપુરમાં બે ડેપ્યુટી ઇજનેરો રાખીને એક કચેરીમાં તથા એક ફિલ્ડમાં જઇ પ્રશ્નો નિરાકરણ થાય તથા કાયમી રીતે લાંબો સમય મહેનત થાય તો આ સબ ડિવિઝનોમાં પ્રશ્નો હલ થવા સાથે લોસને બદલે ઇન્કમની સ્થિતિ પી.જી.વી.સી.એલ.ની થાય તેવું છે. લાઇન પાવર લોસ સાથે વ્યાપક વીજ સમસ્યાની પણ બુમરાળ વચ્ચે મહત્વ પૂર્ણ સબ ડિવિઝનોમાં કાયમી સ્ટાફની નિમણૂંક માટે માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News