રોડની સાઇડમાં બાઇક ઉતરી જતા સ્લીપ થવાથી બનેલો બનાવ
જામનગરમાં રહેતો એક યુવાન ગઇકાલે એક્ટિવા સ્કૂટરમાં પોતાના માતાને પાછળ શીટમાં બેસાડીને જામનગર થી મોટા થાવરિયા ગામ જતા હતા, ત્યારે રસ્તા માં સ્કૂટર રોડ થી નીચે સાઇડ માં ઉતરી જતાં પાછળ બેસેલા માતા ઉથલી પડ્યા હતા, અને માથામાં ગંભીર ઇજા થતાં તેમનું મૃત્યુ થયું હતું.
જામનગર માં એરફોર્સ -૨ માર્ગે શિવમ સોસાયટી માં રહેતા રાહુલ પરસોતમભાઈ સાવલિયા (૩૪) ગઇકાલે પોતાના માતા મંજુબેન (૬૦)ને એક્ટિવા નં. જીજે૧૦બીકે-૦૦૭૩માં પાછલી સીટમાં બેસાડીને જામનગરથી મોટા થાવરિયા ગામેં જતા હતા, ત્યારે ઠેબા ગામ નજીક સ્કૂટર રોડ થી નીચે ઉતરી જઇ સ્લિપ થઈ જતાં મંજુબેન નીચે પટકાયા હતા.અને તેઓને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે રાહુલ સાવલિયાએ પોલીસમાં જાણ કરતાં જમાદાર બી. એચ. લાંબરિયા એ બનવના સ્થળે તેમજ જી.જી.હોસ્પિટલમાં દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.