ભવનાથ મેળામાં સાડાપાંચ લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

  • February 25, 2025 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શિવરાત્રીનો મેળો અંતિમ ચરણમાં ,અત્યાર સુધીમાં અંદાજિત સાડા ૫ લાખથી વધુ ભાવિકોએ મેળાનો લાભ લીધો ,સવારથી પ્રવાસ તળેટી તરફ વધ્યો, આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે સવારથી ભવનાથ મંદિર ખાતે દર્શન માટે કતાર સાથે જય ભવનાથ હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે ઉપરાંત તળેટીમાં આવેલ આશ્રમો તથા  મંદિરોમાં ફરાળ, ભાંગ સહિતની વાનગીઓ પીરસાશે.સવારથી જ ભવનાથ તળેટી તરફ અવરજવર માટે રસ્તા બધં કરવામાં આવશે.
મહાશિવરાત્રીનો મેળો અંતિમ ચરણમાં હોય તેમ ભજન ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ થકી સાડા પાંચ લાખથી વધુ ભાવિકોએ મેળાનો લાભ લીધો હતો પાંચ દિવસીય મહા શિવરાત્રી મેળામાં સવારે ઓછી પરંતુ રાત્રે  માનવ મહેરામણને પગલે તળેટી વિસ્તારમાં યાં જુઓ ત્યાં માનવ કીડીયા જોવા મળી રહી છે ઉપરાંત મેળાનો લાભ લેવા આવતા ભાવિકો મંદિર ખાતે ભવનાથ મહાદેવના દર્શન ઉપરાંત વિવિધ મુદ્રામાં બેઠેલા નાગાસાધુઓના દર્શન સાથે જ આશ્રમમાં ભોજન પ્રસાદ અને સંતવાણી ડાયરા સહિતનો લાભ લઇ રહ્યા છે. ભવનાથ તળેટીમાં રાત્રે ભાવિકોનો ઘસારો વધુ જોવા મળી રહ્યો હતો. બપોર તળેટી વિસ્તારમાં સામાન્ય પબ્લિકની અવરજવર રહી હતી પરંતુ રાત થતા જ લોકો ના ઘસારાથી તળેટી હાઉસફુલ થઈ હતી. તમામ આશ્રમો અને ઉતારામાં ભજનની રમઝટ થી અનોખો માહોલ જોવા મળી રહ્યો હતો. આવતીકાલે મેળા નો અંતિમ દિવસ છે વહીવટી તત્રં સવારથી જ વાહનોની અવરજવર પર પ્રતિબધં લગાવશે અને બપોરે રવેડીની તૈયારીમાં વ્યસ્ત રહેશે. ભવનાથ તળેટીમાં બપોર બાદ રવેડીના રોડ પર લોકોની અવર–જવર બધં કરવામાં આવશે તેની તૈયારી શ કરવામાં આવી છે.
બીજી તરફ મેળામાં મુખ્ય આકર્ષણ સમાન ચકડોળ ,ફજેત ફળકા , અને ખાસ કરીને મેળામાં વેચાણ માટે વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ ભાવિકોએ ઘસારો લગાવ્યો હતો તેમજ નાગા સાધુઓના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
 
સપ્ત સંગીત વિધાલય દ્રારા અઘોરી મ્યુઝિકના કલાકારોની જમાવટ
મહાશિવરાત્રી મેળા ત્રીજા દિવસે  જિલ્લા વહીવટી તત્રં દ્રારા આયોજિત સાંકૃતિક કાર્યક્રમમાં સક સંગીત વિધાલય કલાકારો લોકગીત, દેશભકિત ગીતોની અને અઘોરી મ્યુઝિકના કલાકારોએફોક મ્યુઝિકની પ્રસ્તુતિ દ્રારા લોકોને  મંત્રમુગ્ધ કર્યા હતાં.અઘોરી મ્યુઝિકના કલાકારોએ તું ભૂલો તો પડ મારા સોરઠ માલીપા..., હાલોને આપડા મલકમાં... શુરવીરોના રાસડા, ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈ પૂજાવું... ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..રાધા ગોવાલડિના ઘર પસવાડે મોહન મોરલી વગાડે...આભમાં ઝીણી ઝબૂકે વીજળી... મારો ઠાકર કરે ઈ ઠીક.... તને આમ ગોતું તેમ ગોતું, ગોતું તારો સંગાથ..... જોડે રેજો રાજ સહિતનાં ગીતો અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ, દુહાઓ, રાસડાઓ આગવી શૈલીમાં રજૂ કરીને લોકોને શૌર્ય રસથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં .સાંસ્કૃતિક કાર્યક્રમમાં સક સંગીત વિધાલય કલાકારો દ્રારા એ દેશ હે વીર જવાનોકા...ડી ને પાળી વાલા તારી વાહલડી.. નાગર નંદજીના લાલ રાસ રામતા મારી નથડી ખોવાણી.. વીરને ઝરી ભરેલા સાફા રે...વીરને જોટલી બંદૂક... સારે જહા છે અચ્છા હિન્દુસ્તા હમારા સહિતની લોકગીત અને દેશભકિતના ગીતોની પ્રસ્તુતિ કરીને લોકોને ડોલાવ્યા હતાં.

કાયદાનો કસુબલ રગં કાર્યક્રમ: સંગીત રસ સાથે કાયદાકીય જાણકારી અપાઈ
જિલ્લ ા કાનૂની સેવાસતા મંડળ દ્રારા કાયદાનો કસુબલ રગં કાર્યક્રમ યોજાયો હતો.લોકોને કાયદાકીય સમજ અને જાણકારી મળી રહે તેવા શુભ હેતુથી જિલ્લ ા કાનૂની સેવાસતા મંડળ  ઓફિસ સુપ્રીડેન્ટ નયન વૈષ્ણવે સંગીત 'વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે 'સહિતની વિવિધ દ્રષ્ટ્રાંતો દ્રારા વકીલની સેવા, કાનુન સહાય, લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ, લીગલ સર્વિસ ઓથોરિટી એકટ, મહિલા હેલ્પલાઈન,સહિતની કાયદાકીય બાબતોને અને યોજનાઓની સરળ શૈલીમાં પ્રસ્તુતિ કરી હતી. આ તકે જુનાગઢ જિલ્લાના  પ્રિન્સિપલ ડિસ્ટિ્રકટએન્ડ સેશન્સ જજ બી.જી. દવે ,પ્રિન્સિપલ ફેમિલી જજ પી.વી.વાસ્તવ સહિતનાં ન્યાયધીશો, એડવોકેટસ, કોર્ટના કર્મચારીઓ,જિલ્લ ાના વહિવટી તંત્રના અધિકારીઓ, ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

જૂનાગઢ–રાજકોટ વચ્ચે દોડશે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા દરમિયાન યાત્રિકોના ધસારાને ધ્યાનમાં રાખીને,પશ્ચિમ રેલ્વેએ આજે, આવતીકાલે અને૨૮ ફેબ્રુઆરીના  જૂનાગઢ–રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેનશ કરવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ  માશૂક અહમદના જણાવ્યા મુજબ રાજકોટ–જૂનાગઢ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે ૧૦:૫૫ કલાકે ઉપડશે અને બપોરે ૧કલાકે જૂનાગઢ પહોંચશે.તે જ રીતે જૂનાગઢથી રાજકોટ જવા વાળી જૂનાગઢ–રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે ૧:૪૦ કલાકે ઉપડશે અને ૫:૫કલાકે રાજકોટ પહોંચશે. બંને ટ્રેનો ભકિતનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે.

રૂદ્રાક્ષ, કંઠી, માળાઓ, રમકડાં સહિતની ચીજવસ્તુઓનો મોટો કારોબાર

મધ્યપ્રદેશ સહિત રાયભરમાંથી વિવિધ પરિવારો ભવનાથ મેળામાં માળા, દ્રાક્ષ, કંઠી, સહિતની વસ્તુનું વેચાણ કરે છે. શિવરાત્રીના મેળામાં મધ્યપ્રદેશ સહિત અન્ય રાયોમાંથી લોકો રોજગારી મેળવવા આવે છે. ગરવા ગિરનારની ગોદમાં લાખો ભાવિકો ઊમટી પડા છે ત્યારે મેળામાં રોજગારી મેળવવા ગુજરાત સહિત અન્ય રાયમાંથી ફેરિયાઓ પાથરણા પાતળી રોજગારી મેળવી રહ્યા છેમાળા, કંઠી, ગંગા સાગર, દ્રાક્ષ, શાલીગ્રામ ઉપરાંત શિવલિંગ ઉપરાંત વિવિધ પ્રકારના રમકડા , મસાલાઓ સહિતની વસ્તુઓ વેચવા આવેલ નાના ધંધાર્થી ફેરિયાઓ માટે મેળો ખરા અર્થમાં રોજગારીનું સાધન બન્યો છે દિવસભર ફટપાથ તથા રોડ સાઈડ પર બેસી ચીજ વસ્તુઓનો વેચાણ કરે છે તેમજ વિના મૂલ્યે અન્નક્ષેત્રોમાં પ્રસાદ સાથે પાંચ દિવસના મેળા દરમિયાન સારી એવી આવક મેળવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application