મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલની દુર્ઘટના મુદ્દે થયેલી સુઓમોટો રિટ પિટિશનમાં કોર્ટ મિત્ર દ્રારા જણાવાયું હતું. કે, મોરબી પુલના પીડિતોને વળતરની ચૂકવણી માટેના કરાર કરાયા છે. જેમાં કુલ ૮૧ પીડિત પરિવારમાંથી ૬૪ સાથે કરાર થઈ ચૂકયા છે. આ ઉપરાંત પીડિતોના પ્રશ્નો સંદર્ભે પણ કોર્ટને જાણ કરવામાં આવી હતી અને વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. હાઈકોર્ટે હવે આ કેસમાં વળતરના મોટાભાગના મુદ્દા આવી ગયા હોવાથી કેસની વધુ સુનાવણી માર્ચ–૨૦૨૫માં રાખી છે.
અગાઉ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે સુઓમોટો અરજીની સુનાવણીમાં ઓરેવા કંપની તરફથી પીડિતોને વળતર સહિતની સુવિધા મુદ્દેના એગ્રીમેન્ટની રજૂઆત થઇ હતી અને એમાં પીડિતોને દર છ મહિને ફિટનેસ સર્ટિફિકેટ આપવાની જોગવાઇનો મુદ્દો કંપનીએ કાઢો હતો. ત્યારે ખંડપીઠે કંપનીની ઝાટકણી કાઢી હતી અને કઇ રીતે કંપની પીડિતો જોડેથી દર છ મહિને સર્ટિફિકેટ માંગી શકે એવો સવાલ કર્યેા હતો.
કંપનીને બે સાહમાં હાઇકોર્ટના આદેશ એગ્રીમેન્ટમાં સામેલ કરવાનો નિર્દેશ કર્યેા હતો અને ન થાય તો કંપની સામે કન્ટેમ્પ્ટની નોટિસ ઇસ્યૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ગઈકાલે સુઓમોટો અરજીમાં કોર્ટ મિત્રે મૃતકોના પરિવારની મુલાકાત લીધા બાદ તૈયાર કરેલો વિસ્તૃત રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકયો હતો. સાથે જ રજૂઆત કરી હતી કે મોરબી બ્રિજના પીડિતોને વળતર પીડિતો સાથેની વાતચીત દરમિયાન કેટલાક પ્રશ્નો ઉદ્દભવ્યાનું કોર્ટને જણાવ્યું હતું.
જેમાં પીડિતોને જે માસિક ૧૨ હજાર માસિક ભથ્થું અપાય છે તે તેમના કાયદેસરના વારસોને અપાશે કે કેમ? આજીવન માસિક ભથ્થું આપવાની વાત છે, તે વધતી મોંઘવારીના દરે અપાશે.વચગાળાના વળતરની ૫૦ ટકા રકમને એફડીમાં મૂકાઈ છે તો કોઈને જર પડે તો કેવી રીતે મેળવવી? જે વિધવાઓને સહાય અપાય છે, તે બીજા લ કરે તો સહાય ચાલુ રહેશે કે કેમ? સ્વજન ગુમાવનાર બાળાઓના લનો ખર્ચ કંપની ભોગવવાની છે તો ઘાયલ યુવતીઓએ જેમના લ બાકી છે તેનો ખર્ચ કંપની આપશે કે કેમ ? જો કે આવા મુદ્દે પીડિતો અંગત રીતે અરજી કરી શકશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતરસાઈમાં શ્રમિક યુવાનનું થ્રેસર મશીનમાં આવી જતાં મૃત્યુ
April 04, 2025 10:34 AMજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશર નોમની ઉજવણી
April 04, 2025 10:22 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech