આવતીકાલથી વિધાનસભાનું ચોમાસુ સત્ર ત્રણ દિવસ માટે મળી રહ્યું છે તે પૂર્વે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક વિધાનસભા પરિસર ખાતે મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ કોંગ્રેસ સિનિયર નેતા અમિત ચાવડાની હાજરીમાં મળી હતી પરંતુ આ વખતે સત્ર ના ત્રણ દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની પ્રશ્નોત્તરી નો કામકાજમાં સમાવેશ નહીં થતાં વિધાનસભાનું સત્ર ઔપચારિક બની રહે તેવા સંકેત મળી રહ્યા છે. આ મામલે કોંગ્રેસ દ્રારા પ્રજાના પ્રશ્નો ના જવાબ આપવાથી સરકાર ભાગી રહી છે તેવો આક્ષેપ કરવામા આવી રહયો છે. સત્રના ૩ દિવસ દરમિયાન કોંગ્રેસ દ્રારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને સરકારને ભીસમાં લેવાનો પ્રયાસ કરશે તે વાત નક્કી છે.આવતીકાલથી માત્ર ત્રણ દિવસ માટે યોજાનારા રાય વિધાનસભાના ચોમાસુ સત્રમાં પ્રશ્નોત્તરીનો છેદ જ ઉડાવી દેવાયો છે, જેને કારણે ટૂંકું સત્ર કેવળ ઔપચારિક અને નિરસ બની રહેવાની ધારણા છે. જો કે પ્રશ્નોત્તરીની ગેરહાજરીમાં ટૂંકી મુદતના પ્રશ્નો લેવાયાં છે. એમા આને માટે સંબંધિત મંત્રીની મંજૂરી જરી હોય છે, એટલે સ્વાભાવિક રીતે સરકારને પ્રતિકૂળ હોય, તેની ઇમેજ ખરડાય એવા ટૂંકી મુદતના પ્રશ્નોની ચર્ચા થાય એવી કોઈ શકયતા નથી.
અલબત્ત, ચોમાસા બાદ રાયમાં પાલિકાપંચાયતોની મોટાપાયે ચૂંટણીઓ આવતી હોઈ શાસક પક્ષ ભાજપ અને વિપક્ષો સત્રનો રાજકીય લાભ લેવાની ભરપૂર કોશિશ કરશે.કેન્દ્રમાં સતત ત્રીજી વખત આઢ થયેલી વડાપ્રધાન મોદીની આગેવાની એનડીએ સરકારને હેઠળની એનડીએ અભિનંદન આપતો પ્રસ્તાવ રાય સરકાર ગૃહમાં લાવી રહી છે.અત્યાર સુધી બહાર આવેલી વિગતો પ્રમાણે અડધોડઝન જેટલા વિધેયકો સરકાર તરફથી સત્ર દરમિયાન રજૂ થનારા છે, જેમાં માનવબલિ, અધોરી–પ્રથા ને કાળો જાદુ અટકાવવા બાબતનું બિલ નવું છે, બાકી બધા સુધારા વિધેયકો છે. અત્યારે બાવાઓ, યોતિષીઓ, ભૂવાઓ દ્રારા નડતર દૂર કરાવવાને નામે યંત્ર–તંત્રની મેલીવિધાનું પાખડં ચલાવી લોકોને અઘોરી લોકોને છેતરવામાં આવે છે, આ બધા ઉપર રોક લગાવવા નવું બિલ આવનાં છે, જેમાં ગુનો સાબિત થયેથી ૭ વર્ષની જેલ તથા .૫૦ હજારના દંડની સખત સજાની જોગવાઈઓ રખાઈ છે. યારે નશાબંધીના ભગં બદલ પકડાતા વાહનોને અત્યાર સુધી ખડકલો થતો હતો, તે વાહનો હરાજીથી વેચવાની નવી જોગવાઈ સુધારા વિધેયકમાં આવી રહી છે. આજે વિધાનસભા–સલાહકાર સમિતિની બેઠક મળી રહી છે, જેમાં સત્રનો એજન્ડા ફાઇનલ થશે
ગૃહમાં રજૂ થનારા વિધેયકોની યાદી
૧ ગુજરાત ફોજદારી કાયદા (જોગવાઈઓના) સુધારા વિધેયક, ૨૦૨૪
૨ ગુજરાત નશાબંધી સુધારા વિધેયક, ૨૦૨૪
૩. ગુજરાત માનવ બલિદાન અને અઘોર પ્રથાને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવાની બાબત વિધેયક, ૨૦૨૪.
૪.ગુજરાત માલ અને સેવા ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક,
૫. ૨૦૨૪ ગુજરાત સ્પેશિયલ કોટર્સ વિધેયક, ૨૦૨૪ સૌરાષ્ટ્ર્ર ગણોત અને ઘરખેડ સુધારા વિધેયક,૨૦૨૪.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech