આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ઈલોન મસ્કની કંપનીઓ ટેસ્લા અને સ્ટારલિંક ભારતમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવા માટે સરકાર સાથે વાર્તાલાપ કરી રહી છે. બીજી બાજુ, સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે એરટેલ અને જીઓ જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરવા માંગે છે. આ વાતચીત પછી મસ્કની ભારતમાં એન્ટ્રીની સંભાવના વધુ મજબૂત બની ગઈ છે.
પ્રધાનમંત્રી મોદી અને મસ્કની છેલ્લી મુલાકાત ફેબ્રુઆરીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં થઈ હતી, જ્યાં બંને નેતાઓએ ઈલેક્ટ્રિક વાહનો, નવીનીકરણીય ઊર્જા અને અવકાશના ઉદયમાન ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ઉત્સાહભેર ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન PM મોદીએ મસ્કના ત્રણ બાળકોને ભારતીય સાહિત્યની પુસ્તકો ભેટમાં આપી હતી જેમાં રવીન્દ્રનાથ ટાગોરની ધ ક્રેસન્ટ મૂન, આર.કે. નારાયણનું ધ ગ્રેટ આર.કે. નારાયણ કલેક્શન અને પંડિત વિષ્ણુ શર્માનું પંચતંત્ર શામેલ હતું. બાદમાં સોશિયલ મીડિયામાં એક તસવીર પણ શેર કરવામાં આવી હતી જેમાં બાળકો આ પુસ્તકો વાંચી રહ્યા છે.
ઈલોન મસ્ક સાથેની મુલાકાત પછીની એક પોસ્ટમાં, પીએમ મોદીએ લખ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં એલોન મસ્ક સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. અમે અવકાશ, ગતિશીલતા, ટેકનોલોજી અને નવીનતા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી જે બધામાં ઈલોન ખાસ રસ ધરાવે છે. મેં તેમને ભારતના સુધારાઓ અને 'લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન' ની નીતિ વિશે પણ માહિતી આપી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનની આગામી ચાર ટ્રિપનું ઉત્તર પ્રદેશમાં માર્ગાંતર
April 19, 2025 03:14 PMછૂટાછેડા થયાના પણ ત્રણ વર્ષ બાદ કરવામાં આવેલી દહેજ ની ફરિયાદથી સુપ્રીમ પણ ચોંકી
April 19, 2025 03:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech