લાપતા લેડીઝની મંજુ તાઈએ કાન્સ ફેસ્ટીવલમાં માતાની સાડી પહેરીને કર્યું રેમ્પ વોક
કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ લાપતા લેડીઝને ઘણી પ્રશંસા મળી હતી. ફિલ્મના દરેક પાત્રને દર્શકોએ ખૂબ વખાણ્યા હતા. જ્યારે ફૂલ, પુષ્પા અને દીપકના પાત્રોએ ફિલ્મમાં પ્રશંસા મેળવી હતી, તો મંજુ તાઈના પાત્રની પણ ખૂબ ચર્ચા થઈ હતી. છાયા કદમે લાપતા લેડીઝમાં મંજુ તાઈનું પાત્ર ભજવ્યું છે અને અભિનેત્રી હવે કાન્સમાં ડેબ્યૂ કરવાને કારણે ચર્ચામાં આવી છે.
છાયા કદમનો કાન્સ ડેબ્યૂ લૂક હવે સમાચારોમાં છે. તેનું કારણ એ છે કે છાયાએ રેડ કાર્પેટ માટે તેની સ્વર્ગસ્થ માતાની સાડી અને નાકની નથ પહેરી હતી. ફુલ સ્લીવ્સ પર્પલ બ્લાઉઝ સાથે ગોલ્ડન કલરની બનારસી સાડી પહેરીને અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે મેચિંગ જ્વેલરી, વાળમાં ગજરો, કપાળ પર બિંદી અને નાકની નથ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો.
છાયા કદમે તેના કાન્સ લુકની તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યું- 'મા, તને વિમાનમાં લઈ જવાનું મારું સપનું અધૂરું રહી ગયું પણ હું ખુશ છું કે આજે હું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ફ્લાઇટમાં તમારી સાડી અને નથ લાવી છું પણ મા હું ઈચ્છું છું કે આ બધું જોવા માટે તમે આજે ત્યાં અહિયાં હોત. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને ખૂબ જ યાદ કરું છું.
છાયા કદમ સિવાય પણ ઘણી અભિનેત્રીઓએ આ વખતે કાન્સના રેડ કાર્પેટ પર ડેબ્યુ કર્યું છે. કિયારા અડવાણી અને શોભિતા ધુલીપાલા પણ પહેલીવાર કાન્સમાં જોવા મળી હતી. આ સિવાય ડીઝાઈનર નેન્સી ત્યાગી પણ તેના કાન્સ ડેબ્યૂ માટે ચર્ચામાં છે. નેન્સીએ તેના દ્વારા બનાવેલો પોશાક પહેરીને ફિલ્મ ફેસ્ટિવલને ચમકાવ્યું છે અને આવું કરનાર તે પ્રથમ મોડલ બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech