ધોરણ-9માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની સગીરાને શાળાએથી ભગવતીપરાનો શખસ ઉઠાવી જઇ ઘરે લઇ જઈ રાહુલ નામના આ શખસે શારીરિક અડપલાં કરી છાતીના ભાગે બચકા ભરી લીધા હતા. સગીરાએ પરિવારને આપવીતી જણાવતા આ અંગે સગીરાના પીતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ૧૪ વર્ષીય સગીરાના પીતાએ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભગવતીપરા વિસ્તારના જયપ્રકાશનગરમાં રહેતા રાહુલનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની 14 વર્ષીય સગીર પુત્રી હોસ્પિટલ ચોક નજીક આવેલી શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. ગત તા. 17-04-2025ના રોજ પુત્રી રાબેતા મુજબ દરરોજ લેવા-મુકવા જતી રીક્ષા મારફતે શાળાએ જવા માટે નીકળી હતી. સગીરાને હાલ પરીક્ષા ચાલતી હોય તેણે પરીક્ષાનું પેપર વહેલું પૂર્ણ કરી લીધું હોય તેણી શાળામાંથી વહેલા બહાર નીકળી ગઈ હતી.
દરમિયાન રાહુલ નામનો શખસ શાળાની બહાર જ આંટાફેરા કરતો હોય અને અગાઉથી જ સગીરાના પરિચયમાં હોય આંટો મારવા જવાનાં બહાને સગીરાને બાઈકમાં બેસાડી પોતાના જય પ્રકાશનગર સ્થિત મકાને લઇ ગયો હતો. જ્યાં નરાધમે સગીરાના શારિરીક અડપલાં કરતા સગીરાએ ઇન્કાર પણ કર્યો હતો તેમ છતાં રાહુલ અટકયો ન હતો. તેણે સગીરાના છાતીના ભાગે બચકા ભરી લીધા હતા.
બીજી તરફ તેડવાં આવેલ રીક્ષચાલકે અમુક સમય સુધી રાહ જોયા બાદ પણ સગીરા શાળાની બહાર નહીં આવતા તેણે સગીરાના માતાને આ બાબતે જાણ કરી હતી. જેથી પરિજનો શાળા ગયા હતા અને સગીરાની ભાળ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. ત્યારે ભોગ બનનાર પેપર વહેલું પૂર્ણ કરી શાળામાંથી બહાર નીકળી ગયાનું જાણવા મળ્યું હતું. દરમિયાન માતા શાળાના ગેટ ખાતે હાજર હતી તે જ સમયે રાહુલ બાઈક પર સગીરાને ઉતારી નાસી ગયો હતો. જે બાદ માતાએ પુત્રીને આ બાબતે પુછતા સગીરાએ આપવીતી જણાવી હતી. બાદમાં સગીરાના પિતા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech