સામાન્ય રીતે દિવાળીના તહેવારો આસપાસથી જ ઠંડીનો ચમકારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે શિયાળાની સિઝનનો પ્રારંભ વિલંબમાં પડી ગયો છે. આવતીકાલે દેવ દિવાળી છે તે પહેલા સારા સમાચાર એ મળ્યા છે કે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો એકથી દોઢ ડિગ્રી જેટલો નીચે ઉતર્યો છે અને શિયાળાના આગમનની છડી પોકારતું વાતાવરણ મોડી સાંજથી સવાર સુધી લોકો અનુભવી રહ્યા છે.
અમરેલીમાં ગઈકાલે લઘુતમ તાપમાન 20 ડિગ્રી હતું તે આજે ઘટીને 18.8 ડિગ્રી થઈ ગયું છે. નલિયામા આજનું લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે જે ગઈકાલ કરતા અડધો ડિગ્રી ઓછું છે. રાજકોટમાં ગઈકાલે 21.5 અને આજે 20 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન 20.4 ડિગ્રી રહેવા પામ્યું છે.
વડોદરામાં આજે 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે જે ગઈકાલે 20.4 ડિગ્રી હતું. ડીસામાં ગઈકાલે 21 અને આજે 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ગાંધીનગરમાં ગઈકાલે 19.8 અને આજે 18 ડીગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ રહે છે. ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી નોંધાયું હતો તે સમગ્ર દેશમાં સૌથી ઊંચું હતું. ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સાંજે 5:30 વાગ્યાથી જ અંધારું થઈ જાય છે. દરમિયાનમાં દક્ષિણના રાજ્યોમાં વરસાદ સતત ચાલુ જ છે. બંગાળની ખાડીમાં સાઉથ વેસ્ટ દિશામાં સાયકલોનિક સર્ક્યુલેશન છવાયું છે અને તેમાંથી ટ્રફ પસાર થઈ રહ્યું છે. આ સિસ્ટમ લો પ્રેસરમાં આગામી 24 કલાકમાં પરિવર્તિત થશે અને ત્યાર પછી કણર્ટિક આંધ્ર પ્રદેશ તામિલનાડુ કેરલા સહિતના દક્ષિણના રાજ્યોમાં વરસાદનું જોર વધશે. અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીનું લો પ્રેસર શ્રીલંકા તરફ ગતિ કરે તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech