મેટોડા જીઆઇડીસી વિસ્તાર અને રાજકોટમાં મોબાઇલમાં ફોનની ચિલઝડપ કરનાર બેલડીને મેટોડા પોલીસે ઝડપી લીધી હતી.પોલીસે બેલડી પાસેથી ૧૬ મોબાઇલ ફોન,એકસેસ સહિત કુલ રૂ.૪.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બેલડીની પુછતાછમાં છ ગુનાના ભેદ ઉકેલાયા હતાં. આ બેલડીએ અન્ય કોઇ ચિલઝડપને અંજામ આપ્યો છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સૂચનાના પગલે ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ એસ.એચ.શર્માની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન કોન્સ. શકિતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસે મોબાઇલની ચિલઝડપ કરનાર બેલડી અયાન ઇસ્માઇલભાઇ રીડાણી(ઉ.વ ૧૮ રહે. સીયાણીનગર ભવાની ચોક, જંગલેશ્વર રાજકોટ) અને સાહીલ ઉર્ફે ડેવીલ હમીરભાઇ નારેજા(ઉ.વ ૨૦ રહે. રસુલપરા શેરી નં. ૧૭ કોઠારીયા સોલ્વન્ટ,રાજકોટ) ને ઝડપી લીધા હતાં.પોલીસે આ બેલડી પાસેથી અલગ અલગ કંપનીના ૧૬ મોબાઇલ ફોન તથા ગુનામાં ઉપયોગમાં લીધેલ વાહન એકસેસ સહિત કુલ રૂ. ૪.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે આ બેલડી મેટોડા જીઆઇડીસી વિસ્તાર તથા રાજકોટમાં એકસેસ લઇ આંટાફેરા કરી પરપ્રાંતીય મંજુર જે ફોનમાં વાત કરતો હોય તેના હાથમાંથી ફોન ઝુંટવી લઇ નાસી જતા હતાં. આ બેલડીની પુછતાછમાં છ ગુનાના ભેદ ઉકેલાયા છે. આરોપીઓ પૈકી સાહીલ ઉર્ફે ડેવીલ અગાઉ રાજકોટના ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ચોરી અને જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધાઇ ચૂકયો છે. આરોપીઓએ અન્ય કોઇ સ્થળે આ પ્રકારે ચિલઝડપના બનાવને અંજામ આપ્યો છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech