હેમંત ખવા દ્વારા મોટી ગોપ તથા શેઠવડાળા એમ્બ્યુલન્સ ફાળવવા રજુઆત
જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં જામજોધપુરના ધારાસભ્ય અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડાયરેક્ટર શ્રી હેમંતભાઈ ખવા સહીત અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હંમેશા પ્રજાહિતના પ્રશ્નોને વાચા આપતાં હેમંત ખવાએ માર્કેટિંગ યાર્ડ તેમજ લોકોના હિતમાં અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
જેમાં માર્કેટિંગ યાર્ડની શાસક બોડી દ્રારા અંદાજે 1 કરોડ 25 લાખના કામો ઓફલાઈન ટેન્ડર કરીને કામ કરવામાં આવ્યા હતા જે બાબતે યાર્ડના ડાયરેકટર શ્રી રાજુભાઈ કાલરીયા દ્રારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં હેમંત ખવા સહીત અન્ય ચાર ડાયરેકટરો દ્રારા સુર પુરાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હેમંત ખવાએ જણાવ્યું હતું કે સરકારશ્રી ની પ્રવર્તમાન જોગવાઈ મુજબ પાંચ લાખ થી વધુ રકમના કામો ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયાંથી જ કરવાનાં હોય છે જે અંગે હેમંત ખવાએ
આ બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું . જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્રારા સંચાલિત એમ્બયુલન્સ માંથી એક એમ્બયુલન્સ મોટી ગોપ ગામે અને એક એમ્બયુલન્સ શેઠ વડાળા ગામે કાયમી માટે રાખવામાં આવે તે માટે હેમંત ખવા દ્રારા શાસક બોડી ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
વધુમાં હેમંત ખવાએ જણાવ્યું હતું કે જો આ મુજબ બન્ને ગામોમાં એમ્બયુલન્સ રાખવામાં આવે તો અકસ્માત કે ઇમર્જન્સીના સમયે આસપાસના ઘણા ગામડાઓના લોકોને ઝડપી સેવા મળી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુનિતા અને બૂચ વિલ્મોર ઝડપથી પૃથ્વી પર સેટ નહી થઈ શકે
March 15, 2025 12:33 PMમોરકંડા ધાર પાસે જુથ અથડામણમાં એક યુવાનની લોથ ઢાળી દેવાઇ
March 15, 2025 11:58 AMએક દિવસમાં તાપમાન પ ડીગ્રીનો ઘટાડો
March 15, 2025 11:56 AMજામનગરના પૂર્વ રાજ્યમંત્રીએ વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે ધુળેટીના પર્વની પારિવારિક ઉજવણી કરી....
March 15, 2025 11:55 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech