ગ્રીન ખંભાળીયા અભિયાનને પૂરતો સહયોગ આપવા સાંસદ દ્વારા વહીવટી તંત્રને પત્ર પાઠવી અપાતી સૂચના
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે શહેર અને આજુબાજુના વિસ્તારને હરિયાળું બનાવાના નેમ સાથે ગ્રીન ખંભાળીયા ટિમ દ્વારા છેલ્લા થોડા સમયથી ખંભાળીયાના ડોક્ટર, વેપારી, વકીલ, સોની, વિવિધ વેપારીઓ તેમજ શહેરના પ્રબદ્ધ અને પર્યાવરણ પ્રેમી નાગરિકોના આર્થિક સહયોગથી સદભાવના સેવા ટ્રસ્ટ સાથે 2000થી વધુ વૃક્ષો વાવી અને ઉછેરની જવાબદારી સાથે શહેરના આજુબાજુ વિસ્તારમાં વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા વહીવટી તંત્રને એક લેખિત પત્ર પાઠવી ગ્રીન ખંભાળીયા અભિયાનને પૂરતો સહયોગ આપવા લેખિત પત્ર પાઠવી જણાવતા આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષતામાં સંબધિત તમામ વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં ડો.પડીયા, પરબતભાઇ ગઢવી, પરેશભાઈ મહેતા, ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિતના ગ્રીન ખંભાળીયા ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech