કડી–વિસાવદરના ભાજપના ઉમેદવારોની પસંદગી માટે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક

  • May 29, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક ની પેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્રારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ માટે આજે મુખ્યમંત્રી નિવાસ્થાને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ. તેમજ બેઠકના પ્રભારીઓ વચ્ચે મહત્વની ચર્ચાઓ કરાશે ત્યારબાદ સંભવિત નામોની યાદી બનાવીને હાય કમાન્ડો ને મોકલી આપવામાં આવશે.
કડી અને વિસાવદરની બેઠક માટે દાવેદારોનું રાફડો ફાટો છે નિરીક્ષકો દ્રારા યારે સેન્સ લેવાની પ્રક્રિયા શ કરવામાં આવી ત્યારે કડી વિધાનસભા બેઠક માટે ભાજપના દસાડાના પૂર્વ ધારાસભ્ય પુનમભાઈ મકવાણા અને ગાંધીનગરના પૂર્વ મેયર હિતેશ મકવાણા એ દાવેદારી કરી હતી. લોકગાયિકા કાજલ મહેરીયા દાવેદારી કરી હતી અને ગુજરાતી ફિલ્મના અભિનેતા તેમજ ઈડરના પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા અમેરિકાના પ્રવાસે હોવાથી તેઓ દાવેદારી કરી નથી પણ ખાનગી રહે તેમને મજબૂત દાવેદાર માનવામાં આવી ગયા છે.  આ સિવાય ભૂતપૂર્વ સાંસદ રતિલાલ વર્મા ના પુત્ર દેવેન વર્મા તેમજ વિક્રમ ચૌહાણ જે હાલ ભાજપ મોરચાના મહામંત્રી છે આ સિવાય દીવંગત ધારાસભ્ય કરસન સોલંકીના પુત્ર પીયુષ એ પણ ટિકિટ માટે માગણી કરી છે.
આ સિવાય ભાજપના સિનિયર નેતા રમણલાલ વોરા ના કુટુંબી અશ્વિન બેંકરે  તેમજ સૌથી આશ્ચર્યની બાબત એ છે  કે રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા વકીલ પ્રકાશ ધારવા એ પણ પાલનપુર થી કડીની બેઠક માટે ટિકિટ માંગવી હોવાની વિગતો સાંપડી રહી છે.
બીજી બાજુ વિસાવદરની બેઠક માટે બે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને ભુપત ભાયાણીએ દાવો કર્યેા છે તો રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારીયા અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયા સામે તેમના સમર્થકો પહોંચી ગયા હતા ભૂતપૂર્વ કોંગ્રેસી અને આમ આદમી પાર્ટીના નેતાઓને ફરી એકબીજાના હરીફ તરીકે ટકરાઈ રહ્યા છે ભાજપના વર્તુળમાં ડાર્ક હોર્સ ગણાતા જુનાગઢ જીલ્લ ા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ કિરીટ પટેલ દાવો કર્યેા ન હતો. આ જોતા ભાજપના લોકો જણાવી રહ્યા કે દાવેદારી કરનારા નેતાઓને બદલે આશ્ચર્ય જનક નામ વિસાવદરની અને કડીની બેઠક પર બહાર આવે તો નવાઈ પામવું નહીં. હા અહીં એક વાત નિશ્ચિત છે કે વિસાવદરની બેઠક પર પાટીદાર યુવા ચહેરા ને સ્થાન આપવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application