મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગઇકાલે રાજકોટમાં વિવિધ વિકાસ કામોનાં લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરી રૂ.૫૫૭.૧૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી ત્યારબાદ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ભાજપના કોર્પોરેટરોને શીખ આપતા જણાવ્યું હતું કે કોર્પોરેટરો કામે લાવી જાવ, ફિલ્ડમાં રહો, લોકો સુધી જાવ અને કરેલા કામ બતાવો. મુખ્યમંત્રીની આ શીખનો અર્થ શું એવો છે કે ચૂંટણી ડિસેમ્બરમાં આવી રહી છે ? તેવી ચર્ચા જાગી હતી.
મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળે રજૂઆત કરવા માટે તેમજ વિરોધ પ્રદર્શન માટે જઈ રહેલા વિપક્ષ કોંગ્રેસના સંગઠનના આગેવાનો અને કાર્યકરોની અધવચ્ચેથી જ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી જેથી નારાજ થયેલા રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસના વોર્ડ નં.૧૫ના ચારેય કોર્પોરેટરો મુખ્યમંત્રીને મળવા માટે ગયા નહીં હોવાનું જાણવા મળે છે.
વિનુ ધવાને યોગ્ય સ્થાન ન અપાતા માથાકૂટ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગઈકાલે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ કોર્પોરેટરો સાથે સંવાદ કરનાર હતા આ વેળાએ તમામ કોર્પોરેટરો ત્યાં આગળ પહોંચ્યા હતા. દરમિયાન કાર્યક્રમ સ્થળે મુખ્યમંત્રીના આગમન પૂર્વે બેઠક વ્યવસ્થા મામલે ભાજપના કોર્પોરેટરો વચ્ચે ડખ્ખો થયો હતો. બેઠક વ્યવસ્થામાં પ્રથમ લાઈનમાં સ્થાન ન મળતા કોર્પોરેટર વિનુ ધવા નારાજ થયા હતા અને છેક પાંચમી છઠ્ઠી લાઈનમાં જઇ બેસી ગયા હતા. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકર સાથે પણ રકઝક કરી હતી ત્યારબાદ જયમીન ઠાકરએ વિનું ધવાને પ્રથમ લાઈનમાં પોતાની બાજુમાં બેસાડતા મામલો થાળે પડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech