અમદાવાદમાં આજે આગની પાંચ ઘટના બની છે. જેમાં વટવા જીઆઈડીસીમાં ફેક્ટરીમાં ભીષણ આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગમાં બે વ્યક્તિ દાઝી ગયા છે. વિકરાળ આગ હોવાથી ફાયરની 19 ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી રહી છે.
સોલવન્ટ અને ઈથાઈલ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું
મળતી માહિતી પ્રમાણે, વટવા જીઆઇડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 19 ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. સોલવન્ટ અને ઈથાઈલ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફેક્ટરીની આજુબાજુમાં આવેલી ત્રણથી ચાર ફેક્ટરી તેમજ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે.
આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા
હાલ આ ઘટનામાં બે લોકોને ઈજા થતાં સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ રહી છે, જેના કારણે ફાયરબ્રિગેડને કાબૂ મેળવવામાં વધારે મહેનત કરવી પડી રહી છે. ફાયરબ્રિગેડની અત્યારે કુલ 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે છે અને આગને ચારે તરફથી કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગના ધુમાડા જીઆઇડીસી રોડ ઉપર દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા.
24 કલાકમાં અમદાવાદમાં આગની 4 ઘટના
આજનો દિવસ ભારે હોય તેમ 24 કલાકમાં જ અમદાવાદમાં આગની ચાર ઘટના સામે આવી છે. મોડીરાતે એસજી હાઈવે પરના અંદાજ પાર્ટી પ્લોટમાં આગ લાગી હતી, જેમાં ડેકોરેશન સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો છે. અન્યમાં રાત્રે 11:15 વાગ્યાની આસપાસ કાલુપુર વિસ્તારના ફ્રૂટ્સ માર્કેટમાં આગ લાગતાં ચાર દુકાન બળીને રાખ થઈ ગઈ હતી. આ ઉપરાંત પ્રહલાદનગરમાં એક બિલ્ડિંગના પાર્કિગમાં આગ ભભૂકી ઊઠી હતી. જેમાં અનેક વાહનો સળગીને ખાક થઈ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech