ફટાકડાના ગોડાઉનમાં બોઇલરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી: ગોડાઉનનો માલિક ફરાર: હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા: 20થી 25 શ્રમિકો ગોડાઉનમાં કામ કરતા હતા
ડીસા
બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં બોઇલરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગમાં ૧૧ મજુરોના મોતની પુષ્ટી થઇ છે. જ્યારે 6થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યાં હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. સમગ્ર ઘટનામાં હાલ ગોડાઉનનો માલિક ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
દુર્ઘટના સમયે 20થી વધુ લોકો અંદર હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 10ધુના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે. જેને સિવિલમાં પીએ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે 6 લોકોની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. 6માંથી 3 લોકો ગંભીર રીતે દાઝ્યાં હોવાની માહિતી મળી છે. આગ એટલી ભંયકર છે કે, ગોડાઉનની જગ્યાએ કાટમાળના થર લાગી ગયા છે જેને જેસીબીની મદદથી હટાવવાની કામગીરી ચાલી રહી છે.
દીપક ટ્રેડર્સ એજંસીનું ગોડાઉન હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. તેમજ ખૂબચંદ સિંધી નામનો વ્યક્તિ ગોડાઉનનો માલિક હોવાના પ્રાથમિક અહેવાલ છે. ગોડાઉનમાં ધડાકા બાદ માલિક પણ ફરાર થઇ ગયા હતા. 20થી 25 શ્રમિકો ગોડાઉનમાં કામ કરતા હતા. ઘટનાની જાણ થતાં કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે. ડીસા જીઆઇડીસી આગકાંડમાં તપાસના આદેશ અપાયા છે.
આગના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે. દુર્ઘટના દરમિયાન ફેક્ટરીમાં અનેક શ્રમિકો હાજર હતાં, જેમાંથી અનેક ઈજાગ્રસ્ત થયા છે, જેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકોનો ચોક્કસ આંકડો હજુ સામે નથી આવ્યો.
સ્ટોર કરવાની જ મંજૂરી હતી પણ ફટાકડાનું પ્રોડેકશન થતું હતું
ઉલ્લેખનિય છે કે, ગોડાઉનમાં માત્ર સ્ટોર કરવાની જ મંજૂરી હતી પરંતુ ત્યાં ફટાકડાનું પ્રોડેકશન થતું હોવાની પણ માહિતી મળી છે. જ્યારે ગોડાઉનના નામે હેઠળ અહીં ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી. આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવાની આશંકા સેવાઇ રહી છે.
માનવ અંગો ટુકડા થઇ દૂર ફેકાયા
ગોડાઉનમાં બોઇલરના કારણે ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જો માત્ર ગોડાઉન છે તો બોઇલર ક્યાંથી આવ્યું. આગ એટલી ભીષણ હતી કે મૃત શ્રમિકોના માનવ અંગો ટુકડા થઇ દૂર ફેકાયા હતા. આગ એટલી ભીષણ હતી કે, ગોડાઉનનો કાટમાળ 200 મીટર સુધી દૂર ફેંકાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech