હૈતીમાં પોન્ટ-સોન્ડે શહેરમાં ભીષણ નરસંહાર ખેલાયો છે. ગ્રાન ગ્રિફ ગેંગના સશસ્ત્ર બંદુકધારીઓએ પોન્ટ-સોન્ડેમાં ઘેરો ઘાલ્યો હતો અને આડેધડ ફાયરીંગ કરતા ઓછામાં ઓછા 70 લોકોના મોત નીપજ્યા છે, અનેકો ઘાયલ થયાના અહેવાલો છે. સશસ્ત્ર બંદુકધારીઓએ ફેલાવેલા આતંકના પગલે હજારો લોકોએ હિજરત કરવી પડી હતી અને સલામત સ્થળે આશરો લેવો પડ્યો હતો. આટલું ઓછું હોય તેમ આ ગેંગએ અનેક મકાનોને આગ ચાંપી દીધી હતી.
યુનાઈટેડ નેશન્સે જણાવ્યું હતું કે ગ્રાન ગ્રિફ ગેંગના સશસ્ત્ર ગુનેગારો ગુરુવારે પોન્ટ-સોન્ડે શહેરમાં પ્રવેશ્યા હતા અને આડેધડ ગોળીબાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 70 લોકો માયર્િ ગયા છે.યુએન માનવાધિકાર કાયર્લિયના જણાવ્યા અનુસાર ગ્રાન ગ્રીફ ગેંગના સશસ્ત્ર ગુનેગારોએ ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા 70 લોકોની હત્યા કરી હતી અને ઓછામાં ઓછા 3,000 લોકોને ભાગી જવાની ફરજ પડી હતી. વાસ્તવમાં, બદમાશોએ ઓટોમેટિક રાઇફલ્સથી સતત ફાયરિંગ કર્યું હતું. યુએનના પ્રવક્તા થમીન અલ-ખૈતાને જણાવ્યું હતું કે 16 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં હૈતીયન પોલીસ સાથે ગોળીબાર દરમિયાન ઘાયલ થયેલા બે ગેંગ સભ્યોનો પણ સમાવેશ થાય છે.
45 મકાનો અને 34 વાહનો સળગાવાયા
યુએનના જણાવ્યા મુજબ, ગેંગના સભ્યોએ ઓછામાં ઓછા 45 ઘરો અને 34 વાહનોને આગ લગાડી દીધી હતી જેના પગલે ભયનો માહોલ છવાયો હતો. રહેવાસીઓને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી. આ હત્યાઓ કેરેબિયન રાષ્ટ્રમાં બગડતા સંઘર્ષની તાજેતરની નિશાની છે, જ્યાં સશસ્ત્ર ટોળકી રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સના મોટા ભાગનું નિયંત્રણ કરે છે અને હિંસાની આ આગ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહી છે, જેનાથી ભૂખમરો વધી રહ્યો છે અને સેંકડો લોકો બેઘર થઈ ગયા છે.
વડાપ્રધાન ગેરી કોનેલે દુ:ખ જતાવ્યું
વડા પ્રધાન ગેરી કોનેલે ટ્વિટર પર જણાવ્યું હતું કે, અસહાય મહિલાઓ, પુરુષો અને બાળકો સામેનો આ ઘૃણાસ્પદ અપરાધ માત્ર પીડિતો સામે જ નહીં પરંતુ સમગ્ર હૈતી રાષ્ટ્ર સામે હુમલો છે. દરમિયાન, એક ઓડિયો સંદેશમાં, ગ્રાન ગ્રિફ લીડર લક્સન એલન, જેમને ગયા મહિને યુનાઇટેડ નેશન્સ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, તેણે હુમલા માટે રાજ્ય અને પીડિતોને દોષી ઠેરવ્યા હતા, અને રહેવાસીઓ પર નિષ્ક્રિય હોવાનો આરોપ મૂક્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech