ઓખાના અસમાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરતી મરીન પોલીસ

  • March 22, 2025 01:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધીક્ષક નીતેશ પાંડેય તેમજ નાયબ પોલીસ અધીક્ષક દ્વારકા વિભાગના સાગર રાઠોડની સુચનાઓ અને માર્ગદર્શન હેઠળ ઓખા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓખા મરીન પોલીસ સ્ટેશન દ્વારા 100 કલાક અન્વયે અસમાજીક તત્વોની યાદી તૈયાર કરી તેના ઉપર અસરકારક કાર્યવાહી કરવા કડક સૂચના થઇ આવેલ હોય.

જેથી ઓખા મરીન પો.સ્ટેના પો.સબ.ઇન્સ આર.આર.ઝરુ તેમજ ઓખા મરીન પોલીસ સ્ટાફ તથા પિજીવીસીએલ અધિકારી/કર્મચારીઓ સાથે ઓખા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ-12 અસમાજીક તત્વોના રહેણાક મકાને જઇ ચેક કરી અસમાજીક તત્વો વિરૂધ્ધ પ્રોહીબીશનના ગુન્હા હેઠળ એક કેસ,વાહન ચેકીંગ દરમ્યાન 3 વાહન ડિટેઇન કરાયા,6 જેટલા વીજ કનેક્શન કાપી પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો, જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ એક કેસ નોંધી કાર્યવાહી કરવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application