પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઇ માંડવીયાએ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના વતન મોઢવાડાની મુલાકાત લીધી હતી તેમની સાથે આરોગ્યમંત્રી પણ જોડાયા હતા અને મોઢવાડાની મહેમાનગતિ માણીને નેતાઓ ભાવવિભોર બની ગયા હતા.
મોઢવાડાની મહેમાનગતિ
મોઢવાડા ગામની પવિત્ર ભૂમિ એ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાનું વતન છે તેથી સાંસદ ડો. મનસુખ માંડવીયા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિત નેતાઓએ આ ગામની મહેમાનગતિ માણી હતી અને ગામડાઓના માયાળુ માનવીઓની લાગણીસભર વાતો અને આત્મીયતાથી તેઓ ભાવવિભોર બન્યા હતા.
ચૂંટણી પ્રચાર વખતે મેળવી હતી ઐતિહાસિક માહિતી
લોકસભાની અને ધારાસભાની પેટાચૂંટણી વખતે લોકસભાના ભાજપના ઉમેદવાર ડો. મનસુખભાઇ માંડવીયાએ ધારાસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર અને મોઢવાડા ગામના વતની અર્જુનભાઇ મોઢવાડીયા સાથે ચૂંટણી પ્રચાર અર્થે મુલાકાત લીધી હતી. તે વખતે ગામમાં રેલી સ્વપે બંને ઉમેદવારો ફર્યા હતા ત્યારે ડો. મનસુખભાઇએ નાથા આતાની પ્રતિમા, નાગાર્જુન સીસોદીયાની પ્રતિમા, હાથિયા ધ્રાગડની પ્રતિમા, મુળુ મેણંદની પ્રતિમાને ફૂલહાર કરીને માથુ ટેકવ્યુ હતુ અને પૂજ્ય લીરબાઇ માતાજી, હર્ષદમાતાજી અને વાલબાઇ માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. એ દરમિયાન બધા શૂરવીરોની હિસ્ટ્રી તેમણે મોઢવાડા ગામના આગેવાન પરબતભાઇ હાથિયાબાઇ પાસેથી મેળવી હતી.
લીરબાઇ મા અને મુળુ મેણંદનો સાંભળ્યો હતો ઇતિહાસ
લીરબાઇ માતાજીના પટાંગણમાં ચૂંટણી વખતે બિનરાજકીય ચર્ચાઓ કરીને ગામના ઇતિહાસથી માહિતગાર થયા હતા અને તેમણે મૂળુ મેણંદની વાતો દરમિયાન યુધ્ધમાં તેમના કપાયેલા હાથની અને એ હાથની જગ્યાએ પોરબંદરના મહારાજાએ આપેલા હાથની વાત જાણીને એ હાથ જોવાની ઇચ્છા પ્રગટ કરી હતી. અને ચૂંટણી પતી જાય એ પછી લીરબાઇ માતાજીના દર્શન કરવા અને સેનાપતિ મુળુ મેણંદના હાથ જોવા આવશે અને પરબત મોઢવાડીયાના ઘરનું આતિથ્ય માણીને ગામના વડીલોને મળવાની વાત પણ કરી હતી.
ઢોલ-શરણાઇથી થયુ સ્વાગત
તા. ૧૯-૪-૨૦૨૫ના રોજ રોજ ડો. મનસુખ માંડવીયાએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, માજી કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા સાથે લીરબાઇ માતાજીએ દર્શન કર્યા હતા અને મુળુ મેણંદની પ્રતિમાને ફલહાર કરીને તેના હાથ અને જબીયાના દર્શન કર્યા હતા. દર્શન કર્યા પછી પરબતભાઇ મોઢવાડીયાની વાડીએ આવ્યા હતા. જયાં ડો. મનસુખભાઇનું અને ડો. ઋષિકેશભાઇનું ઢોલ શરણાઇથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગામના વડીલોએ લાઇનબંધ ઉભા રહીને ડો. મનસુખ માંડવીયા, ઋષિકેશભાઇ પટેલ, અર્જુનભાઇ મોઢવાડિયા, માજી કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, કથાકાર શાસ્ત્રીજી દિલીપભાઇ દવે, છત્રાવા વછરાજ ધામના ભુવાઆતા રણજીતઆતા, ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિયાળ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખુંટી વગેરેનું સ્વાગત કર્યુ હતુ.
ગામડાના જીવનથી થયા સાંસદ અભિભૂત
ગામના વડીલો યુવાનો અને આજુબાજુમાંથી પધારેલા લોકોને ડો. મનસુખભાઇ માંડવીયાએ સંબોધિત કરતા ગામડાઓ અને ગ્રામજીવનનું અત્યારના સમયમાં મહત્વ સમજાવતા કહ્યુ હતુ કે આવનારા સમયમાં લોકો સારી, સ્વસ્થ અને શાંતિમય જીવન માટે શહેરમાંથી ગામડામાં સ્થળાંતરિત કરશે અત્યારે શહેરમાં રહેનાર લોકોનું અલગ સ્ટેટસ છે. તેવી જ રીતે ભવિષ્યમાં ગામડામાં રહેનાર લોકોનું સ્ટેટસ અલગ અને ઉંચુ હશે. વીટામીન ડી માટે વલખા મારતા લોકો કુદરતી રીતે વીટામીન ડી મેળવવા ગામડા તરફ દોટ મુકશે. ૧૫ થી ૨૦ વર્ષ પછી મોબાઇલનો ઓછો ઉપયોગ સ્ટેટસ સિમ્બોલ ગણાશે. તેમના સંબોધનમાં મોઢવાડા ગામમાં આવીને વડીલોએ જે પ્રેમ દર્શાવ્યો છે તેનાથી હુ ખૂબજ અભિભૂત થયો છું અને સારુ લાગ્યુ છે તેમ અંતમાં જણાવ્યુ હતુ.
આતિથ્ય માણવાના અવસર બદલ આરોગ્યમંત્રીએ વ્યકત કરી લાગણી
આરોગ્યમંત્રી ડો. ઋષિકેશ પટેલે તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે મોઢવાડા ગામનું આતિથ્ય માણવાનો મને અવસર મળ્યો તે બદલ આનંદની લાગણી વ્યકત કરતા જણાવ્યુ હતુ કે, મેડિકલકોલેજ અને ભાવસિંહજી હોસ્પિટલની મારી તા. ૨૦-૪-૨૦૨૫ના રોજઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને મુલાકાત લેવાનું પ્રયોજન હતુ તે દરમ્યાન મજીવાણા ખાતે પી.જી.વી.સી.એલ.ના સબ ડિવિઝનના ઉદ્ઘાટનમાં ડો. મનસખભાઇ અને અર્જુનભાઇ સાથે હું પણ સહભાગી બન્યો હતો. કાઠીયાવાડની સંસ્કૃતિ અને વિરાસતને સાચવી રાખનાર મોઢવાડા ગામના વડીલોને મળવાનો તથા ગામના સંત અને શુરાઓની પ્રતિમાને માથુ ટેકવી આશીર્વાદપ્રાપ્ત કરવાનો અને મોઢવાડા ગામની મહેમાનગતિ માણીને ખુબજ આનંદ થયો છે તેમ અંતમાં જણાવ્યુ હતુ.
વ્યસન અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવા અપીલ
માજી કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયાએ તેમના પ્રવચનમાં બધાને વ્યસનમુકત જીવન જીવવાની, ફાસ્ટફૂડથી દૂર રહેવાની અને જીવનશૈલી સુધારીને શિક્ષણ તરફ વળવાની અપીલ કરી હતી.કાર્યક્રમનું સંચાલન મોઢવાડા કેળવણી મંડળ સંચાલિત વી.જી. કારીયા હાઇસ્કૂલના પ્રમુખ રામદેવ મોઢવાડીયાએ કર્યુ હતુ.
અનેક અધિકારીઓ અને આગેવાનો રહ્યા ઉપસ્થિત
કાર્યક્રમમાં કલેકટર એસ.ડી. ધાનાણી,ડી.એસ.પી. ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી, પ્રાંત અધિકારી જાદવ, મામતલદાર મારુ, પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેર ડામોર, કાર્યપાલક ઇજનેર (પી.જી.વી.સી.એલ.) ડઢાણીયા, સુતરીયા અને ક્ષાર અંકુશ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પદાધિકારીઓ આવડાભાઇ ઓડેદરા, વિરમભાઇ કારાવદરા, જી.ટી.પી.એલ.ના ડાયરેકટર રાજભા જેઠવા,ભુરાભાઇ કેશવાલા, પ્રતાપભાઇ કેશવાલા, સરજુભાઇ કારીયા, અતુલભાઇ કારીયા, સામતભાઇ ઓડેદરા અને મહેર શક્તિ સેનામાંથી રાણાભાઇ ઓડેદરા, નોઘણભાઇ મોઢવાડીયા, મહેર સુપ્રિમ કાઉન્સીલમાંથી કારાભાઇ કેશવાલા અને નવઘણભાઇ મોઢવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. વિશ્ર્વકર્મા સમાજમાંથી અશોકભાઇ સિધ્ધપુરા અને પરેશભાઇ ગોહેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઇ કારીયા અને પરિમલ ઠકરારે પણ હાજરી આપી હતી અને પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર વ્યવસ્થામાં માર્ગદર્શન રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા આપવામાં આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા પીયુષ મોઢવાડીયા,દેવકૃપા હોટલવાળા ખીમભાઇ ગોઢાણીયા, ભરત પરબતભાઇ મોઢવાડીયા, માંડણ ભગત અને તેની ટીમે સંભાળી હતી અને ગામડાનું આતિથ્ય માણીને સાંસદ સહિત નેતાઓ ભાવવિભોર બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech