એક વર્ષ બાદ વોકળાના સ્લેબનું કામ આગામી સપ્તાહે શરૂ થશે તે પહેલા દુકાનો ખોલવા મ્યુનિ.તંત્રની મંજૂરી આપશે
રાજકોટના શિવમ કોમ્પલેક્ષની ૨૦૦ દુકાન અને ઓફિસના સીલ ખોલવા મહાપાલિકા તંત્રએ તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.dg
વિશેષમાં પ્રાપ્ત માહિતી મુજબ, શહેરમાં યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોકમાં એક વર્ષ પહેલા વોકળાનો સ્લેબ ધરાશાયી થતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને વોકળાની બાજુમાં આવેલ શિવમ કોમ્પલેક્ષ પણ ક્ષતિગ્રસ્ત થતાં આ કોમ્પલેક્ષની અંદાજે ૨૦૦ દુકાન- ઓફિસ સીલ કરવામાં આવેલ જેને એક વર્ષ થયું છે. ત્યારે હવે મનપા દ્વારા હવે વોકળા ઉપર સ્લેબ ભરવાની કામગીરી આગામી સપ્તાહથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. અને સાથો સાથ શિવમ કોમ્પલેક્ષમાં સીલ કરવામાં આવેલ ૨૦૦થી વધુ ઓફિસ દુકાનો કામ શરૂ થાય તે પહેલા ખોલી નાખવાની મંજુરી અપાશે તેમ જાણવા મળેલ છે.
યાજ્ઞિક રોડ ઉપર વોકળાના સ્લેબ સાથે જોડાયેલ બાજુના શિવમ કોમ્પલેક્ષમાં પણ ક્ષતિઓ થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે શિવમ કોમ્પલેક્ષના સંચાલકોને આ કોમ્પલેક્ષમાં રિપેરીંગ કામ કરી ઈન્ફાસ્ટ્રક્ચર રિપોર્ટ આપવાની સુચના આપવામાં આવેલ આ વાતને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. અને સેંકડો ધંધાર્થીઓ હાલ ઘરે બેઠા છે. તેઓની વારંવાર રજૂઆતોને ધ્યાને લઈ મહાનગરપલિકાએ વોકળા ઉપર સ્લેબ ભરવા માટે ડિઝાઈન તૈયાર કરી ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ હતું. જે ફાઈનલ થઈ જતાં હવે આગામી સપ્તાહે એટલે કે, ચોમાસા બાદ સ્લેબ ભરવાનું શરૂ કરવામાં આવશે. બાંધકામ વિભાગમાંથી જાણવા મળેલ વિગત મુજબ સ્લેબનું કામ શરૂ થાય તે પહેલા સીલ કરવામાં આવેલ તમામ દુકાનો અને ઓફિસો ખોલવાની મંજુરી આપી દેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજ્યાં ઔરંગઝેબની કબર છે તે ખુલ્દાબાદ શહેરનું નામ બદલાવીને રત્નાપુર કરાશે
April 08, 2025 03:14 PMભાગીદારીના બહાને લીધેલા 25.21 લાખ પરતનો ચેક રિટર્નના કેસમાં આરોપી નિર્દોષ
April 08, 2025 03:11 PMઅમરનગરમાં લુખ્ખાઓની ટોળકીનો આતંક: ત્રણ ઝડપાયા
April 08, 2025 03:10 PMમિલાપનગરમાં રાત્રે કારના કાચ ફોડી,ટાયરમાં છરીના ઘા માર્યા
April 08, 2025 03:05 PMરામ વનમાં રામનવમીએ નિ:શુલ્ક પ્રવેશ છતાં ફક્ત ૧૮૨૯ મુલાકાતીઓ આવ્યા
April 08, 2025 03:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech