પોરબંદરમાં મનોદિવ્યાંગ સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્શને આજીવન સખ્ત કેદની સજા પડી છે તે ઉપરાંત સાડાત્રણ લાખ પિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
૯મી ડિસેમ્બર ૨૦૨૩ના એટલે કે દોઢ વર્ષ પહેલા મનીષ ભીમા ઉર્ફે સુમન ડોડીયા નામના ઇસમે એક સગીરા ઘરે સવારથી એકલી હતી ત્યારે અગાસી ઉપર કબુતર લેવા જવુ છે તેમ કહીને ઘરમાં ઘુસી ગયો હતો અને દરવાજો અંદરથી બંધ કરીને મકાનની અગાસી ઉપર આંટો માર્યા બાદ ફળિયામાં કામ કરી રહેલી મનોદિવ્યાંગ સગીરાને તે ઓળખતો હોવા છતાં કે એ માનસિક અસ્થિર છે છતાં ઓરડીમાં લઇ ગયો હતો અને તેના કપડા ઉતારવા લાગ્યો હતો. સગીરા મનોદિવ્યાંગ હોવા છતાં પોતાની સાથે કશુ અજુગતુ થતુ હોવાનું જણાતા તેણે વિરોધ કર્યો હતો. છતાં તેને બળજબરીથી સુવડાવીને મોઢા પર હાથ રાખીને બે વખત દુષ્કર્મ ગુજાર્યુ હતુ. કમલબાગ પોલીસમથકમાં પોકસો સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ થયો હતો.
આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા ૩૩ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા કુલ નવ જેટલા સાહેદો તપાસવામાં આવેલ હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવેલ હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી મનીષ ભીમા ઉર્ફે સુમનભાઇ ડોડીયાને એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા આજીવન કેદની સખત કેદની કે આરોપીના કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી સખત કેદની સજા તથા ા. ૫૦ હજારનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech